અરજી નામંજૂર:મોડા પહોંચતા પ્લેનમાં બેસવા ન દેવાયા,વળતરની અરજી નામંજૂર

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોપીપુરાના યુવકે ‘ટ્રેન મોડી છે, પ્લેન ઉપાડશો નહીં’ તેવો કોલ કર્યો હતો

સુરતના ગોપીપુરા ખાતે રહેતા યુવકે ઇન્ડિગો સામે વળતર માગતી અરજીમાં આખરે કોર્ટે અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. અગાઉ જિલ્લા કમિશન દ્વારા ફરીયાદીની અરજી મંજૂર કરાઈ હતી. એરલાઇન્સ તરફે એડવોકેટ મોના કપૂરે દલીલો કરી હતી. આ કેસમાં ટ્રેન મોડી પડતા ફરીયાદીએ એરલાઇન્સમાં ફોન કર્યો હતો અને ટ્રેન મોડી હોવાનું જણાવી બોર્ડીંગની સગવડ ક્લોઝ નહીં કરવા કહ્યું હતું.

10 વર્ષ અગાઉના આ કેસમાં ગોપીપુરા ખાતે રહેતા રમેશ પટેલ (નામ બદલ્યુ છે) કામકાજ અર્થે દિલ્હી ગયા હતા અને ત્યાંથી પ્લેન મારફત વડોદરા જવાના હતા. આથી તેઓએ પ્લેનની ટિકીટ બુક કરાવી હતી. પરંતુ ટ્રેન દોઢ કલાક મોડી હોય અને ફલાઇટનો સમય 10 વાગ્યાનો હોય ટ્રેન 9 વાગ્યાની નજીક દિલ્હી પહોંચે એમ હતી.

ફરિયાદી છેક 9:35 વાગ્યે એરપોર્ટ પહોંચ્યા હતા જેથી તેમને પ્લેનમાં બેસવા દેવાયા ન હતા. જેથી એરલાઇન્સ સામે ફરિયાદીએ રૂપિયા 43,900 પરત મેળવવા માટે જિલ્લા કમિશનમાં કેસ કર્યો હતો, જ્યાં તેમના તરફે ચુકાદો આવતા મામલો આગળ રાજય ગ્રાહક તકરાર નિવારણ પાસે પહોંચ્યો હતો. જ્યાં વળતર માગતી અરજી નામંજૂર કરાઈ હતી. ચુકાદામાં નોંધવામાં આવ્યું હતું કે, 2 કલાક પહેલાં એરપોર્ટ પર પ્રવેશ લેવાનો હોય છે અને 45 મિનિટ પહેલા ચેકિંગ થઈ જવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...