આસ્થાનો માહોલ:ઉત્તર ભારતીયો છઠ્ઠ પૂજા કરવા તાપી નદી કિનારે મોટી સંખ્યામાં ભગવાન દીવા કરની પૂજા અર્ચના માટે પહોંચ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છઠ્ઠ પુજામાં ભગવાન સૂર્યનારાયણની તાપી નદીના કિનારે ઉચ્ચારણનો વિશેષ મહત્વ. - Divya Bhaskar
છઠ્ઠ પુજામાં ભગવાન સૂર્યનારાયણની તાપી નદીના કિનારે ઉચ્ચારણનો વિશેષ મહત્વ.

સુરત શહેરમાં લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો રહે છે. રોજગારી મેળવવા માટે આવેલા લોકો સુરત શહેરમાં સ્થાયી થઈ ગયા છે. હવે વર્ષોથી સુરતમાં રહેતા હોવાને કારણે તેમની ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને પણ સુરતમાં જ આગળ વધારી રહ્યા છે. તેમણે છઠ્ઠ પૂજા કરવાની પરંપરાને આગળ વધારી હતી .

તાપી નદી કિનારે વિશેષ મહત્વ
છઠ પુજામાં ભગવાન સૂર્યની વિશે સુભાષના કરવામાં આવતી હોય છે. સૂર્યાસ્તના સમયે પૂજા કરવામાં આવતી હોય છે. ભગવાન દીવાકરને ઉપાસનાનો આ પર્વ હોવાને કારણે તાપી નદીના કિનારે તેની પૂજા અર્ચના કરવાથી ખૂબ લાભ થાય છે. તાપી નદીને સૂર્યની પુત્રી માનવામાં આવે છે. તેથી તાપી નદી કિનારે સૂર્ય ઉપાસના કરવાનો લાભ સ્વભાવિક રીતે વધુ મળે છે. સૂર્યાસ્ત સમયે તાપી નદી કિનારે લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો પોતાના પરિવાર સાથે આવીને પૂજન કરતા દેખાયા હતા.

મોટી સંખ્યામાં લોકો તાપી નદી કિનારે પહોંચ્યા.
મોટી સંખ્યામાં લોકો તાપી નદી કિનારે પહોંચ્યા.

શહેરમાં અલગ અલગ સ્થળે આયોજન
ઉત્તર ભારતીયોની સંખ્યા સુરત શહેરમાં લાખોમાં હોવાને કારણે તાપી નદીના અલગ અલગ ઓવારા ઉપર અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ડીંડોલી વિસ્તારમાં પણ છઠ્ઠ પૂજાની તૈયારીના ભાગરૂપે વિશેષ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં ઉત્તર ભારતીય લોકો ખૂબ જ મોટી સંખ્યામાં પૂજા કરવા માટે આજે પહોંચ્યા હતા. સાથોસાથ જહાંગીરપુરા નાવડી ઓવારા સહિત અલગ અલગ જગ્યા ઉપર છઠ્ઠ પૂજા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી..

સૂર્યને અર્ધ્ય ચડાવવાની પરંપરા
છઠ્ઠ પૂજામાં ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય ચડાવવામાં આવે છે. જેમાં ભગવાન સૂર્યને દૂધનો અભિષેક કરવામાં આવે છે તેમજ અલગ અલગ જાતના ફળફળાદીનો પ્રસાદ ઘરેથી લાવવામાં આવે છે. આજે સાંજે સૂર્યાસ્તના સમયે ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપ્યા બાદ આવતીકાલે સવારે સૂર્ય ઉદય સમયે ફરીથી ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરીને વ્રતની ઉજવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...