તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • There Is No Vaccine, There Is Also Shortage Of Test Kits, Rapid Tests Are Mandatory Before Entering Surat Textile Market, But There Are No Test Kits

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત ભગવાન ભરોસે!:રસી તો નથી હવે ટેસ્ટ કીટની પણ અછત, ટેક્સટાઇલ માર્કેટમાં પ્રવેશવા પહેલાં રેપિડ ટેસ્ટ ફરજિયાત પણ ટેસ્ટ કીટ જ નથી

સુરત7 દિવસ પહેલા
  • કીટ ન હોવાને કારણે પોતાનો ધંધો બંધ કરીને વેપારીઓએ પરત ફરવું પડયું

સુરત શહેરમાં કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા માટે કોર્પોરેશન દ્વારા ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે. ટેકસટાઇલ માર્કેટમાં પ્રવેશવા પહેલાં રેપિડ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત માંગે છે તો બીજી તરફ રેપિડ ટેસ્ટ કીટ ન હોવાથી માર્કેટમાં ટેસ્ટિંગ વેપારી કરાવી શક્યા નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે, પાલિકા પાસે વેક્સિનનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે આજે શહેરના તમામ વેક્સિનેશન સેન્ટરને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ખૂબ જ સખ્તાઈપૂર્વક અધિકારીઓએ કામગીરી કરી
સુરતમાં સવારથી જ કોર્પોરેશનના અધિકારી દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓને રેપિડ ટેસ્ટ કાર્યના રિપોર્ટ વગર પ્રવેશવા દેવાયા ન હતા. સવારેથી સુરતની શ્રી મહાવીર માર્કેટ તેમજ અન્ય માર્કેટમાં પ્રવેશવા પર રોક લગાવી દેવામાં આવી હતી. કોર્પોરેશનના અધિકારી માર્કેટના ગેટ ઉપર ઉભા રહી ગયા હતા. ટેક્સટાઇલ માર્કેટ સુપર સ્પ્રેડર ઝોન હોવાથી ખૂબ જ સખ્તાઈપૂર્વક અધિકારીઓએ કામગીરી કરી હતી. અધિકારીઓએ શ્રી મહાવીર ટેકસટાઇલ માર્કેટ નજીક જે.જે. માર્કેટમાં રેપિડ ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થા ઉભી કરવાની વાત કરી હતી.

કીટ ન હોવાથી વેપારીઓ પોતાના ઘરે પરત ફર્યા
વેપારીઓ જ્યારે જે.જે. માર્કેટમાં ટેસ્ટિંગ માટે પહોંચ્યાં ત્યારે તેમણે આરોગ્ય વિભાગની ટીમને રેપિડ ટેસ્ટ કરવા માટે કહ્યું તો તેમને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો કે અમારી પાસે રેપિડ ટેસ્ટ કીટ નથી. જેટલી કીટ લાવ્યા હતા તે પૂરી થઈ ગઈ છે. તેમને પૂછવામાં આવ્યું કે કેટલી કીટ લઈને આવ્યા હતા. ત્યારે માલુમ પડ્યું કે માત્ર 300 કીટ લઈને માર્કેટમાં આવ્યા હતા. કીટ ન હોવાથી વેપારીઓ પોતાના ઘરે પરત ફર્યા હતા.

આરોગ્ય વિભાગની ટીમે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો કે અમારી પાસે રેપિડ ટેસ્ટ કીટ નથી.
આરોગ્ય વિભાગની ટીમે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો કે અમારી પાસે રેપિડ ટેસ્ટ કીટ નથી.

ટેસ્ટ માટે પૂરતી વ્યવસ્થા ન કરી
માર્કેટમાં રેપિડ ટેસ્ટનો રિપોર્ટ ફરજિયાત છે ત્યારે તેના માટેની પૂરતી વ્યવસ્થા કરવી પણ જરૂરી છે. કીટ ન હોવાને કારણે પોતાનો ધંધો બંધ કરીને વેપારીઓએ પરત ફરવું પડયું છે .જે.જે.માર્કેટ સિવાય પણ અન્ય માર્કેટમાં આજ સ્થિતિ જોવા મળી હતી.

ટેક્સટાઈલ માર્કેટ બહાર આરોગ્ય વિભાગ અને પોલીસ ટીમ તૈનાત કરી દેવાય છે.
ટેક્સટાઈલ માર્કેટ બહાર આરોગ્ય વિભાગ અને પોલીસ ટીમ તૈનાત કરી દેવાય છે.

આજે રસીકરણ બંધ, કાલથી શરૂ થશે
પાલિકા પાસે વેક્સિનનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે આજે શહેરના તમામ વેક્સિનેશન સેન્ટરને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હાલ સુરત મહાનગર પાલિકા પાસે 11 હજાર વેક્સિનનો સ્ટોક છે, જેથી વેક્સિન માટે આવનારા લોકોને તકલીફ ન પડે તે માટે બુધવારે તમામ સેન્ટરોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુરૂવારે બપોર પછી અંદાજે 2 લાખ રસીનો સ્ટોક આવી જશે તેથી ફરીથી વેક્સિનેશન સેન્ટરોને ફરીથી ચાલું રાખવાની સૂચના આપવામાં આવશે.

માર્કેટમાં ટેસ્ટ બાદ જ પ્રવેશ આપવામાં આવે છે.
માર્કેટમાં ટેસ્ટ બાદ જ પ્રવેશ આપવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો