તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોલલૂંટ:હાઈવે ચક્કાજામ કરી ના-કર સમિતિ હાઇકોર્ટમાં જશે, રણનીતિ માટે આજે ના-કર સમિતિની મિટિંગ મળશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

1 તારીખથી આખા દેશમાં ફાસ્ટેગ ફરજિયાત કરી દેવાશે જેને પગલે પલસાણાના ભાટિયા ટોલપ્લાઝા અને કામરેજ ટોલ પ્લાઝા પર કેશલેન બંધ કરાતા સ્થાનિકોને ટોલમુક્તિ માટે આંદોલન ચલાવનાર ના-કર સમિતિએ ચક્કાજામની રણનીતિ ઘડી છે. હવે હાઇકોર્ટમાં રીટ પણ કરાશે. ના-કર સમિતિ દ્વારા મીટિંગોનો દોર શરુ કરાયો છે.પ્રમુખ દર્શન નાયકે જણાવ્યું કે, બુધવારે મિટિંગ યોજવામાં આવશે, જેમાં ટોલ મામલે કઈ રણનીતિથી આગળ વધવું એ મામલે ચર્ચા વિચારણા થશે અને રીટમાં ક્યા મુદ્દા સામેલ કરવા એ નક્કી કરવામાં આવશે.

લડત માટે મક્કમ હોવાથી સ્થાનિકોએ ફાસ્ટેગ પાસ બનાવવામાં કોઈ ખાસ રસ દાખવ્યો નહીં
ભાટિયા ટોલપ્લાઝા પરથી સ્થાનિકોને મુક્તિ બાબતે સરકારે સ્પષ્ટતા કરી નથી ત્યારે 1 તારીખથી સ્થાનિક વાહનોએ પણ ટોલ આપવો પડશે અથવા રૂ.275નો મંથલી પાસ કઢાવવો પડશે. જોકે મંથલી પાસ બનાવવામાં લોકોએ ખાસ રસ દાખવ્યો નથી.ભાટિયા ટોલપ્લાઝાના મેનેજર રાજશેખર તિવારીના જણાવ્યા મુજબ રોજ 50થી60 લોકો મંથલી પાસ બનાવવા માટે આવે છે.

એડવોકેટની કાર પસાર થઈ ન હોવા છતાં પૈસા કપાયા, બેંક ફ્રીમાં ફાસ્ટગે બદલી આપશે
સુરતમાં રહેતા એડવોકેટ સમીર રાવલને ટોલપ્લાઝા પસાર ન કર્યું હોવા છતાં એકાઉન્ટમાંથી રૂપિયા કપાતા ફરિયાદ બાદ ટોલપ્લાઝાના સીસીટીવી ચેક કરાતા અન્ય વાહન પસાર થયુંને રૂપિયા કપાતા બેન્કનું ધ્યાન દોરાયું તો ફ્રીમાં ફાસ્ટેગ બદલી આપવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો