આજે વરસાદની ચિંતા નહીં:સુરતમાં વરસાદની શક્યતા નહીં, છઠ્ઠા નોરતે મન ભરીને ગરબે ઘૂમજો, ઠંડકભર્યું વાતાવરણ રહેશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત સિટી અને જિલ્લામાં નવરાત્રિના ચાર નોરતા વાદળછાયું વાતાવરણ છવાયું હતું. જ્યારે આજે પાંચમા નોરતાથી આંશિક રાહત મળી છે. આજે છઠ્ઠા નોરતે વરસાદની કોઈ શક્યતા જ નથી. નવરાત્રિના પહેલા દિવસથી જ વરસાદી વાતાવરણના પગલે ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો હતો. જ્યારે આજે વરસાદની કોઈ શક્યતા ન હોવાથી ખેલૈયાઓને મોજ પડી શકે છે.

સવારથી વાતાવરણ ચોખ્ખું
આજે સવારથી જ સુરતનું વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. આકાશમાં ક્યાંય પણ વાદળો જોવા મળ્યા નથી. સવારથી જ સહેજ બફારાની અસર જોવા મળી છે. પરંતુ રાત્રે 9 વાગ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરશે. સાંજે 7થી 9 બફારો રહેશે અને 9 વાગ્યા બાદ વાતાવરણમાં ધીમે ધીમે ઠંડક વધશે. ત્યારબાદ વરસાદની કોઈ શક્યતાઓ નથી. ખેલૈયાઓને ઠંડીના અહેસાસ વચ્ચે ઠંડા માહોલાં ગરબા રમવાની મોજ પડશે.

ખેલૈયાઓ અને આયોજકોને રાહત
નવરાત્રિના પહેલા દિવસે જ વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી હતી. જ્યારે ચાર નોરતા સુધી કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. તો બીજી તરફ લાખો રૂપિયાનો ખર્ચો કરનાર આયોજકોમાં પણ વરસાદને લઈને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ગતરોજ અને આજે વરસાદ પડવાની શક્યતા ન હોવાથી લઈને ખેલૈયાઓ અને ગરબા આયોજકોને ચિંતામાંથી રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...