તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:અન્ય કોઈ યુનિ.એ 12 % ટ્યુશન ફી કાપ મૂક્યો નથી: શૈક્ષિક સંઘ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખાનગી કોલેજોના 1500 પ્રોફેસરોનો વિરોધ

નર્મદ યુનિર્સિટીએ 12 ટકા ટ્યૂશન ફી કાપનો નિર્ણય પરત ખેંચ્યો નથી. જેને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતની ખાનગી કોલેજોના 1500 પ્રોફેસરોએ હાથે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવી ફોટો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. જોકે, આ વિરોધ પ્રદર્શન શૈક્ષિક સંઘના આદેશથી થયું હતું. શૈક્ષિક સંઘના ખાનગી કોલેજના પ્રોફેસરોએ યુનિવર્સિટીમાં પણ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવીને કાર્યકારી કુલપતિ ડો. હેમાલી દેસાઇને આવેદન આપ્યું હતું. જેમાં લખાયું છે કે સિન્ડિકેટમાં બાર ટકા ટ્યૂશન ફીના કાપના નિર્ણય લેવાયો છે. જેનાથી ખાનગી કોલેજોના પ્રોફેસરોના પગાર કપાશે. જેથી તે નિર્ણયમાં ફેરફાર કરવાની માંગ છે.

વિદ્યાર્થી સંઘોએ ટ્યૂશન ફી સિવાયની ફીમાં રાહત મળે તેવી માંગ કરી છે. એક પણે ટ્યૂશન ફી માફ થાય તેવી માંગ કરી નથી. કોરોનાના કહેરમાં પ્રોફેસરોએ ઓનલાઇન એજ્યુકેશન આપવાની સાથે પ્રવેશ અને પરીક્ષા સહિતની કામગીરીમાં પણ ફરજ બજાવી છે. કોઈ પરિપત્ર નથી કે કોઈ યુનિવર્સિટીએ કાપ મૂક્યો નથી ઓચિતો પગાર ઘટાડો કરી દેતા ખાનગી કોલેજોના પ્રોફેસરો આર્થિક સંકટમાં મૂકાયા છે. આમ સિન્ડિકેટના નિર્ણયમાં ફેરફાર કરવાની માંગ છે. યુનિવર્સિટીએ પહેલા ટ્યૂશન ફીમાં વીસ ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો. જોકે, તેને કારણે ખાનગી કોલેજોના સંચાલકોને નુકસાન પહોંચતા તેમણે પ્રોફેસરોના પગાર પર કાપ મૂકવાનો નિર્ણય લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો