આપ અને કૉંગ્રેસ પર પ્રહાર:વિધાનસભાની ચૂંટણીમાં સુરતમાં અન્ય કોઈ પાર્ટી સક્રીય દેખાતી નથી, પિયુષ ગોયલનો દાવો આપનો સીએમ ચહેરો ઈશુદાન ગઢવી હારે છે.

સુરત19 દિવસ પહેલા
કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલે આપ અને કોંગ્રેસનો કોઈ રાજકીય માહોલ ન હોવાનું જણાવ્યું

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુરતમાં સતત પ્રચાર માટે આવી રહ્યા છે. કેન્દ્રના કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ સુરતમાં અલગ અલગ વિસ્તારમાં ફરીને આજે પ્રચાર કર્યો હતો. ખાસ કરીને તેમના ટેક્સટાઇલ માર્કેટમાં ફરીને ભાજપને મત આપવા માટેનું કેમ્પેઇન કર્યું હતું.

ગુજરાતમાં ફરી આશીર્વાદ ભાજપને મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ગુજરાતની પ્રજાનો તેમના આશીર્વાદ મળ્યો છે અને કેન્દ્ર સરકારમાં ગયા બાદ પણ સતત ગુજરાતની પ્રજાએ તેમને ભારે બહુમતીથી વિજય અપાયો છે આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીની અંદર સુરત શહેર અને જિલ્લાની કોલસોળ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. ગુજરાતની પ્રજા ખૂબ જ સમજદાર છે. ગુજરાતની પ્રજા નરેન્દ્ર મોદીના તમામ ઇશારા સમજી જાય છે અને પરિણામ પણ એ પ્રકારે જ આપે છે.

આપનો સીએમ ચહેરની બેઠક ખતરામાં

પિયુષ ગોયલે ચોક આવનારું નિવેદન આપ્યું છે. આમ આદમી પાર્ટીનો સીએમનો ચહેરો ઈશુદાન ગઢવીની બેઠકને લઈને પિયુષ ગોયલે મોટી વાત કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના સીએમનો જે ચહેરો છે તેની બેઠક જ ખતરામાં છે. તેમના આત્મવિશ્વાસ સાથે કહ્યું છે કે ઈશુદાન ગઢવી જે બેઠક ઉપરથી લડી રહ્યા છે તે બેઠક જ આમ આદમી પાર્ટી હારશે. આમ આદમી પાર્ટી નો કોઈ માહોલ સુરતમાં પણ દેખાતો નથી.

શહેરમાં અન્ય કોઈ રાજકીય પાર્ટીનો માહોલ નથી

આજે હું સમગ્ર શહેરની અંદર અલગ અલગ વિસ્તારમાં ફર્યો ત્યારે કોઈપણ જગ્યા ઉપર આમ આદમી પાર્ટીના કે કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રચાર પ્રસાર કરતાં દેખાયા હતા નહીં માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ અલગ અલગ વિસ્તારોમાં દેખાતા હતા.શહેરની અંદર જે પ્રકારનો માહોલ મને જોવા મળ્યો છે તે જોતા મને આત્મવિશ્વાસ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ને તમામ બેઠકો ઉપર વિજય મળશે.

રાહુલ ગાંધી પર પ્રહાર

પિયુષ ગોયલે રાહુલ ગાંધીનું નામ લીધા વગર ગયો કે કેટલાક લોકો ભારત જોડવા માટે અલગ અલગ રાજ્યમાં ફરી રહ્યા છે પરંતુ ગુજરાતમાં દેખાતા સુધા નથી. કેટલાક લોકોને જો થોડી સમજ આવી જાય તો તેઓ દેશના વિકાસમાં પોતાનો યોગદાન આપી શકે છે. આજે તેઓ પહેલી વખત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આવ્યા છે તો સારું કર્યું. આર્થિક બાબતોની જો તેમને સમજ આવી જાય તો તેઓ જે રાજ્યમાં હાલ તેમની સરકાર છે તેમાં થોડુંક સારું કામ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...