આપઘાત:‘મારા મોત માટે કોઈ જવાબદાર નથી’ લખી વરાછાના કારખાનેદારનો ઓફિસમાં ફાંસો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાંડેસરા - પરવટ ગામ સહિત ત્રણ વિસ્તારમાં 3 યુવકોનો આપઘાત

શહેરમાં મંગળવારે આપઘાતના ત્રણ બનાવ બન્યા હતા. જેમાં મોટા વરાછાના કારખાનેદારે સરથાણા ખાતે આવેલી પોતાની ઓફિસમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. અન્ય બનાવમાં લીવરની બીમારીથી કંટાળીને પરવટ ગામના યુવકે અને બેકારીથી કંટાળીને પાંડેસરાના યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ભાવનગરના તળાજાના શોભાવડના વતની અને મોટા વરાછા રિવરવ્યું હાઈટ્સમાં રહેતા જયેશભાઈ લાખાણી (36) કડોદરા ખાતે કાપડનો યુનિટ ચલાવતા હતા. સરથાણા રાયઝોન પ્લાઝામાં તેમની ઓફિસ હતી. સોમવારે બપોરે તેઓ ઘરેથી ઓફિસે જવા માટે નીકળ્યા હતા.

ત્યારબાદ તેમણે પોતાની ઓફિસે જઈ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સાંજે ફોન રિસીવ ન કરતા તેમના પરિવારના સભ્ય ઓફિસે તપાસ કરવા માટે ગયા હતા. ત્યારે જયેશભાઈ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. બનાવની જાણ થતા સરથાણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને જયેશભાઈએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

સ્યુસાઈડ નોટમાં તેમણે ‘હું મારી જાતે આ પગલું ભરૂં છુ, તે માટે કોઈ જવાબદાર નથી, માતા પિતા પત્ની અને બાળકોનું ધ્યાન રાખજો, ફેક્ટરીનું કામ ચાલું રાખજો તેનું ધ્યાન રાખજો’ એવું લખ્યું હતું. જોકે તેમણે ક્યાં કારણસર આપઘાત કર્યો તેનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી. પરંતુ જયેશભાઈએ ક્યાં કારણસર આપઘાત કર્યો તે પોલીસ પણ જાણી શકી ન હતી.

અન્ય બનાવમાં પરવટ ગામ ચંદ્રલોક સોસાયટીમાં રહેતા યોગેશભાઈ કઠરે (25) કેટલાક સમયથી લીવરની બીમારીથી પીડાતો હતો. સોમવારે રાત્રે યોગેશે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બીમારીથી કંટાળીને યોગેશે આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યું છે.

પાંડેસરાના યુવકનો બેકારીથી કંટાળી ફાંસો
અન્ય એક બનાવમાં પાંડેસરા સિદ્ધાર્થ નગરમાં રહેતો રબી સ્વાઈ (31) અગાઉ લૂમ્સના કારખાનામાં કામ કરતો હતો. પરંતુ છેલ્લા 1 મહિનાથી તે બેકાર હતો. મંગળવારે સવારે કોઈક સમયે તેણે પોતાની રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બેકારીથી કંટાળીને તેણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા પોલીસે વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...