તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિજાનંદની શોધ:આપણી સંમતિ વિના કોઈ નિજાનંદ ખૂંચવી ન શકે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૈન યુવક મંડળની વ્યાખ્યાન માળામાં ડો.સુધીર શાહે વાત કરી

‘નિજાનંદ એ ભગવાન દ્વારા મળેલું એવું વરદાન છે કે તેના પર દરેક વ્યક્તિનો એકાધિકાર હોય છે. આપણી સંમતિ વિના કોઈ આપણો નિજાનંદ ખૂંચવી ન શકે. નિજાનંદ પામવાનો શ્રેષ્ઠ માર્ગ ભગવાનના શરણે જવાનો છે. તમામ ધર્મોના ભગવંતોએ પોતાના અનુયાયીઓને સુખી થવાની ચાવી સૌને આપી જ છે. એ માટે સમજવું જોઈએ કે સુખી થવું એ એક યાત્રા છે, મંઝીલ નથી. કોઈનો સુખી થવાનો શ્રેષ્ઠ સમય હોય તો તે ‘આ ઘડી’ જ છે.’ વિરમતીબેન ફકીરચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ અને સુરત જૈન યુવક મંડળ દ્વારા પર્યુષણ પર્વ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બીજા દિવસે ન્યુરોલોજિસ્ટ અને ચિંતક ડૉ. સુધીર શાહે ‘નિજાનંદની શોધ: ધર્મ અને આધ્યાત્મના રાજમાર્ગ દ્વારા’ વાત કરતાં આ વાત કહી હતી.

સાત્વિક સુખ પામવા માટે પણ લાંબી ધીરજ રાખવી પડે છે
કુદરતી રીતે જ દરેક જીવ જીવવા માંગે છે અને સુખી થવા માંગે છે. ખરેખર તો જીવનનો મુખ્ય હેતુ જ ‘સુખી થવું’ છે અને જો અન્યોને ‘સુખી કરીને’ જીવે છે તેઓ વધુ આનંદ પામે છે. આપણા શાસ્ત્રોએ સુખના ત્રણ સ્તરો સમજાવ્યા છે, સૌને સુખી થવા માટે ત્રણ વિભાગોમાં વહેંચ્યા છે. જેઓ આધ્યાત્મિક ચેતના જાગૃત કરે છે તેઓ ‘સાત્વિક’ સુખ પામે છે, જેઓ આધ્યાત્મિક રીતે અજાગૃત છે તેઓ ‘તામસિક’ સુખ પાછળ ભટકે છે, તેઓ ઇન્દ્રિયો દ્વારા મળતું સુખ અનુભવે છે. તો જેઓ આ રીતે જાગૃત પણ નથી અને અજાગૃત પણ નથી તેઓ ‘રજસ’ વૃત્તિના હોય છે. તેઓ પદ, પ્રતિષ્ઠા, આર્થિક સમૃદ્ધિ, માન-સન્માન પામવાના સુખની પાછળ હોય છે. સુખ પામવાનો શ્રેષ્ઠ પ્રકાર એ ‘સાત્વિક સુખ’ છે, તેને આપણે નિજાનંદમાં રહેનારા તરીકે ઓળખી શકીએ.

પાંચ ઇન્દ્રિયો દ્વારા જે સુખ પામે છે તેઓ ‘તામસિક’ સુખ પામે છે, જે તમામ પ્રાણીઓ પામી શકે છે. પણ આ સુખ ક્ષણિક હોય છે. આવું સુખ બહારની દુનિયામાંથી મળે છે. એને પામ્યાં પછી એ વધુને વધુ પામવાની ઈચ્છા થાય છે અને તે ન મળતાં માણસ દુઃખી થાય છે. જ્યારે સફળતા, સર્જનશીલતા વગેરેમાંથી મળતાં સુખને ‘રાજ્સ્વી’ સુખ કહી શકાય. તેઓ ‘સંતોષ’ પામે છે. તેઓ થોડું બહારની દુનિયામાંથી અને થોડું પોતાની અંદરથી સુખ પામે છે. આવું સુખ થોડું લાંબુ ચાલતું હોય છે. જયારે ‘નિજાનંદ’ એ સુખનો શ્રેષ્ઠ પ્રકાર છે. એમાં બાહ્ય બાબતો ઘટતી જાય છે. એમને પોતાના જીવ સાથે લેવાદેવા હોય છે, તેઓ બાહ્ય બાબતો પર આધરિત નથી. તેઓ લાંબા સમય સુધી સુખી રહી શકે છે. એવું સાત્વિક સુખ પામવા માટે પણ લાંબી ધીરજ રાખવી પડે છે. આપનું આધ્યાત્મ તેને માટેના ‘મૌન’, ‘અપરિગ્રહ’, ‘બ્રહ્મચાર્ય’, ‘સ્વાધ્યાય’, ‘યોગ’, ‘તપ’, ‘ઉપવાસ’ જેવાં સાધનો દાખવે છે. અહીંથી ધર્મનો માર્ગ શરુ થાય છે. જે માનવને બહારથી ભીતરમાં લઇ જાય છે અને સદાનંદી બનાવે છે.’ > ડો.સુધીર શાહ, ન્યુરોલોજિસ્ટ

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો