કોરોના સુરત LIVE:વિતેલા 24 કલાકમાં નવો કેસ નોધાયો નહી, એક્ટિવ કેસ માત્ર 1, સંક્રમણથી 51 દિવસથી કોઈ મોત નહીં

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણ ફરીથી ન ફેલાય તે માટે જાહેર જગ્યાએ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના સંક્રમણ ફરીથી ન ફેલાય તે માટે જાહેર જગ્યાએ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.(ફાઈલ તસવીર)
  • અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કુલ 20503 કેસ નોંધાયા

સુરત શહેર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં આવી ગઈ છે. વિતેલા 24 કલાકમાં કોઈ નવો કેસ નોધાયો નથી. જ્યારે શહેરી વિસ્તારમાં 13 દિવસથી કોઈ નવો કેસ નોધાયો નથી. હોસ્પિટલ કોરોના દર્દીથી ખાલીખમ બની છે. છેલ્લા 51 દિવસથી એકપણ દર્દીનું મોત થયું નથી. જ્યારે એક્ટિવ કેસ 1 થયો છે. કોરોના સંક્રમણ ફરી ન ફેલાય તે માટે રસીકરણ પર ભાર મૂકાઈ રહ્યો છે. જેમાં હવે 12થી 14 વર્ષના બાળકોના રસીકરણ ઝડપી કરાયું છે.

બે લાખથી વધુ કોરોનાથી સ્વસ્થ થયા
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 205014 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. કુલ 2240 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લાખથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં 1 એક્ટિવ કેસ છે. ડિસ્ચાર્જનો આંકડો 2 લાખને પાર કોરોના કેસ ઘટવાની સાથે સાથે કોરોનામુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોમાંથી 202773 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેમાંથી જિલ્લાના 42261 લોકોનો સમાવેશ થાય છે.

પોઝિટિવિટી રેટ ઘટ્યો
હાલમાં કોવિડ પોઝિટિવિટી રેટ માત્ર 0.00 ટકા જ છે. જાન્યુઆરીમાં કોરોનાના કેસ પીક પર હતા ત્યારે પોઝિટિવિટી રેટ 15 ટકા પહોંચી ગયો હતો. છેલ્લા દિવસોમાં પોઝિટિવિટી રેટ ઘટીને 0.00 ટકા થઇ ગયો છે. ત્રીજી લહેરમાં કોરોના પીક પર હતો ત્યારે રોજ 3 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી કેસ સિંગલ ડિઝિટમાં નોંધાઇ રહ્યા હતા.