ઠેરઠેર ચર્ચાઓ:નોનવેજની લારી હટાવવાનો હાલ કોઈ વિચાર નથી: મેયર

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેજ-નોનવેજ લારીનો કોઈ પ્રશ્ન નથી
  • દબાણ હોય તેવી લારીઓ જ હટાવાશે: મ્યુ. કમિશનર

રાજ્યમાં રાજકોટ, વડોદરા, અમદાવાદ ભાવનગર, જૂનાગઢ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાહેરમાં ઇંડા અને નોનવેજની લારીઓ ઉભા રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે સુરતમાં આ નિર્ણયનો અમલ કરવાની સુરત મહાનગર પાલિકાની હાલમાં તો કોઇ જ તૈયારી નથી. સોમવારે સાંજે અમદાવાદમાં જાહેર સ્થળો તથા ધાર્મિંક સ્થાનોની જગ્યાઓ પર ઉભી રહેતી નોનવેજની લારીઓ હટાવવા બાબતે નિર્ણય લેવાતા સુરતમાં આ નિર્ણયનો અમલ કરાશે કે નહિં? તેની ઠેરઠેર ચર્ચાઓ શરૂ થઇ છે.

આ સંદર્ભે મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે, સુરતમાં જાહેર સ્થળોએથી નોનવેજની લારીઓ હટાવવા બાબતે પાલિકા કે પાર્ટી લેવલેથી પણ કોઇ ચર્ચા થઇ નથી. તેમજ શહેરમાં બંધ કરવા સંદર્ભે હાલ કોઇ વિચારણા નથી.જ્યારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, પ્રશ્ન વેજ અને નોનવેજની લારીનો નથી. પરંતુ દબાણ દૂર કરવાનો મૂળ હેતુ છે. શહેરમાં જાહેર માર્ગો તથા સ્થળોએ ટ્રાફિકને નડતરરૂપ, રાહદારી, વાહનચાલકોને અચડણરૂપ હોઇ તેવી જ લારીઓ હટાવવામાં આવશે. લારી નોનવેજની હોય કે વેજ દબાણમાં હશે તે જ હટાવી લેવામાં આવશે. પાલિકા રોજેરોજ જે તે વિસ્તારમાં ઝીરો રૂટ દબાણ પર દબાણ હટાવવાની કામગીરી કરે છે. હાલમાં શહેરમાં ઇંડા કે નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે કોઇ જ વિચારણા નથી.

અન્ય સમાચારો પણ છે...