નિર્ણય:સચિન GIDCમાં 6નાં મોત બાદ રાત્રે 8થી સવારે 7 સુધી ટેન્કરોને ‘નો એન્ટ્રી’

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જોખમી કેમિકલના નિકાલ માટે 1 લાખ બચાવવામાં નિર્દોષોના જીવ સાથે ચેડા

શહેરના વિવિધ વિસ્તારોમાં ઝેરી કેમિકલનો નિકાલ કરવાનો ગોરખ ધંધો વર્ષોથી ચાલે છે. જો કે ગુરૂવારે સચિન જીઆઈડીસીમાં 6 લોકોના મોત થયા બાદ હવે રાત્રે 8 થી સવારે 7 સુધી એક પણ ટેન્કરોને પ્રવેશ મળશે નહીં. ઉદ્યોગકારોએ કહ્યું કે, ટેન્કર ખાલી કરતાં પહેલા મિલ માલિકો દ્વારા પ્લાનિંગ બનાવાય છે. લોકલ માણસોને સાથે રાખી એક બે દિવસ ત્યાં આવીને વોચ ગોઠવી જ્યારે કોઈ માણસ ટેન્કર લઈને આવે ત્યારે પણ સૌથી પહેલાં આસપાસ કોઈ છે કે, નહીં તેની માહિતી મેળવી ટેન્કર ખાલી કરાઈ છે. સામાન્ય રીતે એક ટેન્કરને ડમ્પિંગ સાઈડમાં ડિસ્પોઝ કરવા માટે 1 લાખનો ખર્ચ થાય છે.

1 લાખ બચાવવા આ રીતે કેમિકલ ટેન્કરને ખાલી કરાઈ છે. સચિન જીઆઈડીસીમાં પ્રવેશવા 6 રસ્તા છે. બીજી તરફ સચિન જીઆઈડીસીની ખાડીઓમાંથી રોજના 5 કરોડ લીટર પાણી પસાર થાય છે અને દરિયો નજીક છે એટલે સચિન જીઆઈડીસીના ખાડીઓમાં જો ઝેરી કેમિકલ પધરાવી દેવાતા પકડાવાની શક્યતા ઓછી છે. એટલે સચિન જીઆઈડીસી પસંદ કરાઈ છે. સચિન જીઆઈડીસીમાં માત્ર 50 કેમિકલ ફેક્ટરી અને 50 પ્રોસેસિંગ હાઉસો છે. પરંતુ વાપી અને અંકલેશ્વરમાં સૌથી વધારે કેમિકલ ફેક્ટરીઓ છે.

જો ત્યાંની કંપનીઓ ત્યાં જ કેમિકલ વેસ્ટેજનો નિકાલ કરે તો ખબર પડે જ્યારે સચિનની ખાડીમાં કેમિકલ વેસ્ટેજનો નિકાલ કરે તો કોઈને જાણ થતી નથી. શહેરના વિવિધ વિસ્તારમાં રોજ 150 કેમિકલ ટેન્કરો ખાલી કરાતા હતાં. પરંતુ હાલ 10થી 15 ટેન્કરો ખાલી થઈ રહ્યાં છે. જ્યારે કોઈ બે કેમિકલને ભેગા કરવામાં આવે ત્યારે આ પ્રકારની ઘટના બને છે. જ્યારે તેને ટેન્કરમાંથી બહાર કઢાયું હશે ત્યારે જીવલેણ ગેસ ઉત્પન્ન થયો હશે.

અહીં જ કેમિકલ કેમ ઠલવાય છે?, GIDCની ખાડીએ આવવા 6 માર્ગ, માફિયાને મોકળું મેદાન
સચિન જીઆઇડીસીના સૂત્રોએ કહ્યું હતું કે, આ ખાડી સુધી આવવા માટે સુરતની આસપાસ કુલ 6 રસ્તા છે. જેથી કેમિકલ માફિયાઓને વેપલો કરવા મોકળું મેદાન મળે છે. વળી, આ ખાડીનું પાણી છેક બલેશ્વર-પલસાણાથી આવે છે, જે સતત વહેતું હોય છે. અહીં રોજનું અંદાજે 15 કરોડ લિટર પાણી દરિયામાં વહી જાય છે, જેને કારણે એકવાર ઠલવાયેલું કેમિકલ ખુબજ ઝડપથી ાગળ વહી જાય છે, જેથી જ્યારે સેમ્પલો લેવાનો વારો આવે ત્યારે યોગ્ય સેમ્પલો મળતા નથી. આ ઉપરાંત પોલીસ અને જીપીસીબી પણ આંખ આડા કાન કરતા હોય તેવું લાગે છે. મહત્વની વાત એ છે કે આ પ્રકારના વેપલા મોટાભાગના કિસ્સામાં રાત્રે જ થતા હોય છે છતાં માફિયા પકડમાં આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...