સમગ્ર રાજ્યમાં વાયરસનો આતંક દેખાઈ રહ્યો છે જેના કારણે પશુઓના મોત થઈ રહ્યા છે. સુરત અને તાપી જિલ્લામાં વાયરસનો કોઈ મોટો પ્રભાવ દેખાયો નથી. લમેપી વાયરસને કારણે એકપણ પશુનું મોત સુરત અને તાપી જિલ્લામાં નોંધાયું નથી. અત્યાર સુધીમાં એક લાખ 30 હજાર જેટલી લમ્પી વાયરસની રસીઓ પશુને મૂકી દેવામાં આવી છે.
અત્યાર સુધીમાં 1.30 લાખ રસી પશુઓને મૂકવામાં આવી
લમ્પી વાયરસને કારણે પશુઓના મોતના આંકડાઓ નોંધનીય રીતે વધી રહ્યા છે. રાજ્યના ઘણા પશુઓ લમ્પી વાયરસની ઝપેટમાં આવતા મોતને ભેટ્યા છે. જેના કારણે ખેડૂત અને પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે. સુમુલ ડેરી દ્વારા લમ્પી વાયરસને ધ્યાનમાં રાખીને આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત અને તાપી જિલ્લામાં કુલ છ લાખ કરતા વધારે પશુઓ છે. લમ્પી વાયરસના ખતરાને જોતા સુમુલ ડેરી દ્વારા આગોતરુ આયોજન કરી લેવામાં આવ્યું હતું. એક લાખ 30 હજાર જેટલી લાંબી વાયરસની રસીઓ પશુ અને મૂકી દેવામાં આવી છે. જેને કારણે પશુઓનું મૃત્યુ થયું નથી.
લમ્પી વાયરસથી બચાવવા વધુ 70 હજાર રસીનો સ્ટોક તૈયાર
સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું કે ગત વર્ષથી લમ્પી વાયરસની અસર દેખાવાની રાજ્યભરમાં શરૂ થઈ હતી. જેને ધ્યાનમાં રાખીને અમે આગોતરા આયોજન કર્યું હતું. સુમુલ ડેરી અંતર્ગત 80 જેટલા ડોક્ટરો અત્યારે કાર્યરત છે. રસીકરણ સમયસર કરી હોવાને કારણે એકપણ પશુનું મોત થયું નથી હજી પણ અમે ખૂબ જ સતર્કતાથી આગળ વધી રહ્યા છે. અત્યારથી જ 70 હજાર જેટલી રસીઓનો સ્ટોક કરી લીધો છે. જે ગામની અંદર એક પણ લમ્પી વાયરસનો કેસ દેખાય તે ગામના તેમજ આસપાસના પશુને અમે રસી આપવાનું શરૂ કરી દઈએ છે. જેથી કરીને તે વધુ ન ફેલાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.