દુર્ઘટના:સુરતના જિલ્લાની બ્રીજ નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, પ્લાસ્ટિક અને કચરો બળીને ખાક, કોઈ જાનહાનિ નહીં

દુર્ઘટના2 મહિનો પહેલા
પ્લાસ્ટિક અને વેસ્ટેજ કચરાને લઈ આગ ઉગ્ર બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો
  • આગની જ્વાળાઓને કારણ આસપાસમાં ભયનો માહોલ ફેલાયો

સુરતના જિલ્લાની બ્રીજ નજીક ભંગારના એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી જતા આખું ગોડાઉન બળીને ખાક થઈ ગયું હતું. પ્લાસ્ટિક અને વેસ્ટેજ કચરાને લઈ આગ ઉગ્ર બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ બાદ ચાર ફાયર સ્ટેશનની ગાડીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

ઘાચી શેરી, મુગલીસરા અને અડાજણ ફાયરની મદદ લઇ દોઢ કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો
ઘાચી શેરી, મુગલીસરા અને અડાજણ ફાયરની મદદ લઇ દોઢ કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો

દોઢ કલાકે આગ પર કાબૂ મેળવાયો
યશ એમ મોઢ (સબ ફાયર ઓફિસર, કતારગામ) એ જણાવ્યું હતું કે, કોલ લગભગ 4:15 નો હતો. ભંગારના એક ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ બાદ તાત્કાલિક ટીમ સાથે દોડી ગયા હતા. કચરાના ઢગલા વાળા ગોડાઉનમાં આગ ઉગ્ર દેખાઈ રહી હતી. તાત્કાલિક પાણીનો મારો ચાલુ કરી ઘાચી શેરી, મુગલીસરા અને અડાજણ ફાયરની મદદ લઇ દોઢ કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું ન હતું. જોકે કોઈ જાનહાનિ પણ નોંધાય નહોતી.

ચાર ફાયર સ્ટેશનની ગાડીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી
ચાર ફાયર સ્ટેશનની ગાડીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી

ત્રણ મહિનાથી શરૂ થયેલા ગોડાઉનમાં આગ
સૈય્યદ શૌક્ત અલી (માલિક) એ જણાવ્યું હતું કે, હજી ત્રણ મહિના પહેલા જ ભંગારનો ધધો શરૂ કર્યો હતો. વહેલી સવારે આગ લાગી ગઈ હોવાની જાણ બાદ દોડીને ગોડાઉન પર ગયા તો ભડ ભડ કચરાના ઢગલા સળગી રહ્યાં હતાં. કામ કરતા માણસો આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યાં હતાં. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કારીગરો કહી રહ્યાં હતાં. એક લાખ જેટલાનું નુકશાન કહી શકાય છે.

આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું ન હતું
આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું ન હતું