તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભણતરની નવી રીત:ના બોર્ડ કે ચોક, ના પેન કે નોટબુક, બસ હાથમાં પુસ્તક લઈ દરિયાકાંઠે 'વોક વિથ સ્ટડી', રેતી પર કાંટા વડે લખી ભણે છે આ દીકરીઓ

સુરત2 મહિનો પહેલાલેખક: આશિષ મોદી
  • નવસારીના ઓજલ ગામની દીકરીઓની ભણતરની અનોખી રીત બની ઉદાહરણરૂપ, અનેકે મેળવી સરકારી નોકરી
  • માતા-પિતા જ વારસામાં આપે છે આ પદ્ધતિ, બાળકો માટે ભણતરની આ નવી રીત ભગવાનની એક ગિફ્ટ સમાન

તમે નવસારીના ઓજલ ગામના દરિયાકાંઠે લટાર મારશો તો એક અનોખું દૃશ્ય જોવા મળશે. અહીં સંખ્યાબંધ દીકરીઓ હાથમાં કાંટા પકડી રેતીમાં કાંઈક લખતી દેખાશે. બસ આ જ તેમની અભ્યાસની અનોખી રીત છે. ન બોર્ડ કે ચોક, ન બોલપેન કે નોટ બુક, બસ હાથમાં પુસ્તક અને દરિયા કિનારે ભીની રેતીમાં ચાલતા-ચાલતા અભ્યાસ કરવાની પદ્ધતિ અપનાવી આ ગામની દીકરીઓ દેશમાં એક ઉદાહરણ બની રહી છે. એટલું જ નહીં પણ પઢેગા ઇન્ડિયા, બઢેગા ઇન્ડિયાના વડાપ્રધાન મોદીના સૂત્રને સાર્થક કરી રહી છે. આ દીકરીઓનું કહેવું છે કે, દરિયા કિનારાના શુદ્ધ વાતાવરણ અને શુદ્ધ ઓક્સિજન વચ્ચે વોક વિથ સ્ટડી કરવાથી તંદુરસ્ત રહીને અભ્યાસ કરવાની કંઈક અલગ જ મજા આવે છે.

રેતીમાં લખવાની રીતથી પરીક્ષામાં પણ ફાયદો થાય છે
વાંચનને દરિયા કિનારે રેતી પર કાંટા વડે લેખિતમાં પ્રેક્ટિસ કરવાની પદ્ધતિથી પરીક્ષાના સમયમાં સરળતાથી પેપર લખી શકાય છે. ઘણા વર્ષોથી આ ગામના તમામ વિદ્યાર્થીઓ આવી રીતે જ પરીક્ષાની તૈયારી કરી ગામનું નામ રોશન કરતા આવ્યા છે. આશરે 8000ની વસ્તીવાળા આ ગામના મોટાભાગના લોકો ફિશિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તમામ માતા-પિતા વારસામાં આ પદ્ધતિ પોતાના બાળકોને આપી જાય છે. અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓએ સરકારી નોકરી પણ મેળવી છે.

નોટ-પેનનો બચાવ થાય છે, વાંચેલું પણ સહેલાઈથી યાદ રહે છે
શ્રેયા ટંડેલે (ધોરણ-10 ની વિદ્યાર્થિની) જણાવ્યું હતું કે આવી રીતે અભ્યાસ કરવાથી નોટ-પેનનો બચાવ થાય છે. વાંચન પણ સરળતાથી યાદ રહી જાય છે અને દરિયાની રેત પર લેખિતમાં પ્રેક્ટિસ કરવાથી પેપર લખવાનું સરળ બને છે. મારા મમ્મી-પપ્પા પણ આવી જ રીતે અભ્યાસ કરતા હતા. ગામના મોટાભાગના લોકો આવી જ રીતે અભ્યાસ કરી આજે સારી અને સરકારી નોકરી સુધી પહોંચ્યા છે.

યુવકે વોક વિથ સ્ટડી કરી સરકારી નોકરી મેળવી
અરુણ ટંડેલ (લેક્ચરર, દમણ કોલેજ) એ જણાવ્યું હતું કે મારો જન્મ પણ આ દરિયાઈ ભૂમિ પર જ થયો હતો. મેં પણ આવી જ રીતે વોક વિથ સ્ટડી કરીને ગ્રામેટિક મેથડ પર પીએચડી કર્યું છે અને આજે હું દમણ કોલેજમાં લેક્ચરર છું. મારે એટલું જ કહેવાનું થાય છે કે, આ પદ્ધતિ ખૂબ જ કારગાર પુરવાર થઇ છે. દરિયાની ભીની રેતીમાં હાથમાં પુસ્તક લઈ ચાલતા-ચાલતા વાંચન કરવાની મજા જ કઈ અલગ છે. એજ્યુકેશનની આ એક સારી પદ્ધતિ છે ને આ બાળકોને આવી રીતે અભ્યાસ કરતા જોઈ આનંદ થાય છે. હું માનું છું રેતી પર કોતરણી કરીને આ બાળકો ઘણું શીખતાં હશે.

નવસારીના ઓજલ ગામના દરિયાકાંઠે બાળકો ભણતા નજરે ચડે છે
નવસારીના ઓજલ ગામના દરિયાકાંઠે બાળકો ભણતા નજરે ચડે છે

ગામના તમામ વિદ્યાર્થીઓ વોક વિથ સ્ટડીની રીતે ભણે છે
રોઝ ટંડેલે (ધોરણ-6 વિદ્યાર્થિની) જણાવ્યું હતું કે, રોજ 2-3 કલાક આવી રીતે જ તમામ બહેનપણીઓ સાથે અભ્યાસ કરીએ છીએ. કંટાળો આવે તો રમી લઈએ છીએ. ત્યારબાદ ફરી વાંચન કરી રેતી પર લખી ને પ્રેક્ટિસ કરી લઈએ છીએ. આવી રીતે વાંચન કરવાથી પરીક્ષાના પેપર લખવાનું સરળ લાગે છે. લગભગ ગામના તમામ વિદ્યાર્થીઓ આવી રીતે જ અભ્યાસ કરે છે. માતા-પિતા પાસેથી મળેલી આ શીખ અમને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. ચાલતા-ચાલતા વાંચવું અને ત્યારબાદ રેતી પર લખવું એક મનોરંજનની જેમ અભ્યાસ કરતા હોય એમ લાગે છે.

રેતી પર લખીને ભણવાનું તો નાનપણથી જ ગમે છે
સાક્ષી ટંડેલ (ધોરણ-7ની વિદ્યાર્થિની) એ જણાવ્યું હતું કે, મને અહીંયા વોક વિથ સ્ટડી અને રેતી પર લખીને પ્રેક્ટિસ કરવાનું ખૂબ જ ગમે છે. પરીક્ષાના 2-3 મહિના પહેલા હું આવી રીતે દરિયા કિનારે અભ્યાસ કરતી આવું છું. આ રીત અપનાવ્યા બાદ વાંચન સરળતાથી યાદ રહી જાય છે અને રેતી પર લખીને પ્રેક્ટિસ કરવાથી પેપર લખતા સરળતા રહે છે. પરિવારે આપેલી આ પદ્ધતિ એ મારા માટે ભગવાનની એક ગિફ્ટ સમાન જ છે.

બાળકો રેતીને જ સ્લેટ બનાવીને તેમાં લખવાની પ્રેક્ટિસ કરે છે
બાળકો રેતીને જ સ્લેટ બનાવીને તેમાં લખવાની પ્રેક્ટિસ કરે છે

વોક વિથ સ્ટડી માતા-પિતાએ બાળકોને વારસામાં આપી
દીપિકા ટંડેલ (ધોરણ-10ની વિદ્યાર્થિની) એ જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી હું આ રીતે જ દરિયા કિનારે વોક વિથ સ્ટડી કરતી આવી છું. આ પદ્ધતિ મને મારા માતા-પિતાએ આપી છે. શુદ્ધ વાતાવરણમાં અભ્યાસ કરવાથી વાંચન સરળતાથી યાદ રહી જાય છે. ત્યારબાદ અમે દરિયાઈ રેત પર કાંટા કે પેન્સિલ વડે લેખિતમાં પ્રેક્ટિસ કરી પરીક્ષાની તૈયારી કરીએ છીએ. અમે સાંભળ્યું હતું કે ગાંધીજી પણ આવી જ રીતે દરિયા કિનારે વોક કરવાનું અને વાંચન કરવાનું પસંદ કરતા હતા. માતા-પિતા એ આપેલી આ રીત થી અમે ખૂબ જ ખુશ છીએ અને અભ્યાસ કરતા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો