સુરત:પાન-મસાલાના છાપેલી કિંમત કરતાં વધુ ભાવ લેનારા નવ દુકાનદારોને 18 હજારનો દંડ કરાયો

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવ વધારે લેવાતો હોવાની રાવ ઉઠતા તપાસમાં દુકાનદારોને દંડ કરાયા હતાં.(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
ભાવ વધારે લેવાતો હોવાની રાવ ઉઠતા તપાસમાં દુકાનદારોને દંડ કરાયા હતાં.(પ્રતિકાત્મક તસવીર)
  • દુકાનદારો નફાખોરી કરતાં હોવાનું સામે આવતાં કાર્યવાહી કરાઈ
  • ધી પેકેઝડ કોમીડીટી રૂલ્સ મુજબ પ્રોસીકયુશન કેસ કરી દંડ કરાયો

કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉનના કારણે લાંબાસમયથી બંધ રહેલા સુરત શહેરના પાન મસાલા, બીડી, સિગારેટ તથા તમાકુ વગેરેની દુકાનોને તાજેતરમાં ચાલુ કરવાની પરમિશન મળતા વધુ નફો લેવાની લ્હાયમાં કેટલાક દુકાનદારો દ્વારા નફાખોરી કરતા હોવાનું માલુમ પડતા મદદનિશ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા વધુ ભાવો લેતા દુકાનદારો વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. 

સરેરાશ ભાવ કરતાં વધુ ભાવ લેવાતા હતા

સુરત/તાપી મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી બી.આર.વિશાણાએ જણાવ્યું હતું કે, કચેરીના સીનીયર/જુનીયર નિરીક્ષીકો દ્વારા શહેરના એલ.એચ.રોડ, વરાછા રોડ, પાંડેસરા, ઉન, ભેસ્તાન, રામનગર, મોરાભાગળ વગેરે અલગ અલગ વિસ્તારોમાં ૫૩ પાન મસાલાના એકમોની ઓચિંતી તપાસણી હાથ ધરી મસાલાનું વેચાણ કરતા નવ વેપારી એકમો દ્વારા રજનીગંધા પાન મસાલા, તાનસેન પાન મસાલા, ગોલ્ડ ફલેક સિગારેટ, કલાસીક માઈલ્ડ સિગારેટ વગેરે પાન મસાલાના પેંકીગ ઉપર છાપેલ કિંમત કરતા સરેરાશ રૂપિયા ૧૦ થી લઈ ૯૦ સુધીનો વધુ ભાવ લેતા હોવાનું માલુમ પડતા ધી પેકેઝડ કોમીડીટી રૂલ્સ મુજબ પ્રોસીકયુશન કેસ કરી રૂા.૧૮૦૦૦નો દંડ સ્થળ ઉપર વસુલ કરવામાં આવ્યો હતો. 

કયા દુકાનદારો દંડાયા      
-એલ.એચ.રોડ સાધના સોસાયટી ખાતે આવેલ તુલશી પાન એન્ડ કોલ્ડ્રીંકસ 
-પુનમ ટોબેકો જનરલ સ્ટોર્સ, મુકામ ઉન 
-રીધ્ધી સીધ્ધી સુપર સ્ટોર્સ, કેશવનગર સોસાયટી, ભેસ્તાન, સુરત 
-સુરેશ એન્ટર પ્રાઈસ, હળપતિવાસ, ભેસ્તાન
-વિશાલ ટ્રેડર્સ, ઝુલેલાલ રોડ, રામનગર, રાંદેર 
-જે.બી.ટ્રેડર્સ, ઝુલેલાલ મંદિરની ગલીમાં, રામનગર, રાંદેર
-જય ઝુલેલાલ જનરલ સ્ટોર્સ, રામનગર, રાંદેર 
-દુર્ગા ટ્રેડીંગ, રામનગર, રાંદેર રોડ, સુરત 
-આનંદ સેલ્સ કોર્પોરેશન, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પાંડેસરા, સુરત

અન્ય સમાચારો પણ છે...