25થી વધુ ઉમેદવારો ઉત્તીર્ણ:AIIMSની પરીક્ષામાં સુરત સિવિલ નર્સિંગના નવ ઉમેદવારો સફળ થયાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એઇમ્સની પરીક્ષામાં સફળ થયેલાં ઉમેદવારોને  નવસારી સાંસદે શુભેચ્છાઓ પાઠવી હતી. - Divya Bhaskar
એઇમ્સની પરીક્ષામાં સફળ થયેલાં ઉમેદવારોને નવસારી સાંસદે શુભેચ્છાઓ પાઠવી હતી.
  • નવેમ્બર 2021માં દેશભરમાં પરીક્ષા લેવાઇ હતી
  • રાજ્યભરમાંથી 25થી વધુ ઉમેદવારો ઉત્તીર્ણ

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) દ્વારા નવેમ્બર 21માં લેવાયેલી પરીક્ષામાં દેશભરના લાખો યુવક-યુવતીઓએ પરીક્ષા આપી હતી. જેમાં નવી સિવિલ હોસ્પિટલની નર્સિંગ સ્ટાફની 6 યુવતીઓ અને 3 યુવકો પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા.સફળ થનાર આ ઉમેદવારોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ અને સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે શુભેચ્છા પાઠવી હતી.

પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતના યુવક-યુવતીઓ નર્સિંગ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં 50થી વધુ ડિગ્રી નર્સિંગ કોલેજો છે.360 જેટલી નર્સિંગ ઈન્સ્ટીટયુટ મળવાથી ગુજરાતના યુવક-યુવતિઓ માટે આરોગ્યક્ષેત્રે ઉચ્ચ અભ્યાસની તકો વધી છે.’ આ વર્ષે રાજયના 25થી વધુ નર્સિગ સ્ટાફે પરીક્ષા પાસ કરી છે. જે પૈકી 3ને રાજકોટ, 1ને આંધ્ર, 2ને નાગપુર, 1ને ભોપાલ અને 2 ઉમેદવારોને દિલ્હીની એઈમ્સમાં જોડાવાની તક પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...