• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Nimaya Welfare In Surat Will Provide Relief To The Cost Of Medicines Including IVF For Couples Suffering From Infertility.

મેમોરિયલ ફંડ:સુરતમાં નિમાયા વેલફેર દ્વારા વંધ્યત્વથી પીડાતા યુગલો IVF સહિત દવાઓના ખર્ચમાં રાહત અપાશે

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સારવાર માત્ર 35,000 ના ઓછામાં ઓછી ખર્ચ સાથે કરવામાં આવે છે

વંધ્યત્વ યુગલોને એનજીઓ તરફથી સહાય મળતી નથી, ટ્રસ્ટ હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવતી નથી, ત્યારે આવા યુગલો માટે 21 સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલે એક ભંડોળ શરૂ કર્યું છે જ્યાં જરીરયાત મંદ યુગલોની ચકાસણી કરવામાં આવે છે અને યોગ્ય લાગે તો તેમની સારવાર માત્ર 35,000 ના ઓછામાં ઓછી ખર્ચ સાથે કરવામાં આવશે.સ્વર્ગીય ડૉ.પૂર્ણિમા નાડકર્ણી ની સ્મૃતિમાં તેમના જન્મ દિવસ 25 નવેમ્બરના રોજ નિમાયા વેલફેર ફાઉન્ડેશન અને 21 સ્ટ સેંચ્યુરી હોસ્પિટલ દ્વારા વંધ્યત્વની પીડાતા યુગલો માટે ડૉ. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડની શરૂઆત કરવામાં આવી છે. જે વંધ્યત્વની પીડાતા યુગલો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.

આઇવીએફનો બાકીનો ખર્ચ ફાઉન્ડેશન ઉઠાવશે
ડૉ.પૂજા નાડકર્ણી સિંહ અને ડૉ.પ્રભાકર સિંહએ જણાવ્યું હતું કે, નિમાયા વેલ્ફર ફાઉન્ડેશન દ્વારા વંધ્યત્વ યુગલો માટે ડો. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડ શરૂ કરવાની જાહેરાત કરી રહ્યું છે. આ ફીમાં લેબ ટેસ્ટિંગ, મેડિકલ સ્ટોરની દવાઓ, તમામ હોર્મોન્સ, આઇવીએફ લેબ ચાર્જ, સોનોગ્રાફી, સુધી હોસ્પિટલમાં રહેવા અને આઇવીએફ પછી 15 દિવસ સુધી આપવામાં આવતી દવાઓ જેવા તમામ ખર્ચનો સમાવેશ થાય છે. આઇવીએફનો બાકીનો ખર્ચ નીમાયા વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે.

જન્મજયંતિ પર જાહેરાત
એનજીઓ,સામાજિક કાર્યકરો, મહિલા સંગઠન,સરકારી સંસ્થાઓને અપીલ કરીએ છીએ કે તેઓ સમાજમાં આ સંદેશને પ્રોત્સાહન આપે જેથી મહત્તમ દર્દીઓને તેનો લાભ મળે. હાલમાં આ ભંડોળ હેઠળ દર મહિને 10 દર્દીઓને લાભ આપવામાં આવશે. પરંતુ જો ભવિષ્યમાં એનજીઓ પાસેથી ભંડોળ મળે તો ચોક્કસપણે આ કાર્યક્રમ હેઠળ સારવાર લઈ શકે તેવા દર્દીઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે. 25 નવેમ્બર, 2021ના રોજ સ્વર્ગીય ડૉ. પૂર્ણિમા નાડકર્ણીની જન્મજયંતિ પર આ ભંડોળની જાહેરાત કરતા આનંદ થાય છે.

અન્ય સમાચારો પણ છે...