સિવિલ હોસ્પિટલમાં રાતના સમયે ઇમરજન્સીમાં ગંભીર ઇજા સાથે લવાયેલા દર્દીઓને કલાકો સુધી સારવારમાં વિલંબ થવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયાં બાદ નાઇટ આરએમઓની નિમણૂંક કરવામાં આવી છે. આ નાઇટ આરએમઓ રાત્રિ દરમિયાન બે વખત હોસ્પિટલનો રાઉન્ડ લેશે. કોઇ પણ દર્દીની ફરિયાદ મળતા તે તરત સ્થળ પર પહોંચશે. આ પ્રકારની સમસ્યાઓ ન ઉદ્ભવે તેના માટે સુપરવિઝન માટે મેડિકલ ઓફિસરની નિમણૂક કરાઇ છે. ગુરુવારે હોસ્પિટલ તંત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
જેમાં દર્દીઓને થઇ રહેલી સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ બધાં જ સિક્યુરિટી ગાર્ડ, નર્સિગ સ્ટાફ અને તબીબો સહિત અન્ય હેલ્થ વર્કર્સને પણ આ પ્રકારની બેદરકારી દાખવવા બદલ તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેની ચેતવણી અપાઇ હતી. ભાસ્કરના અહેવાલને પગલે સિવિલના સર્જરી વિભાગના એચઓડીએ બીજા વર્ગના બધાં જ રેસિડન્ટ તબીબો સાથે બેઠક યોજી હતી. જેમાં તેમને આ પ્રકારની બેદરકારી બીજી વાર થવા કે તેનું પુનરાવર્તન થશે તો સસ્પેન્ડ કરવાની ચેતવણી અપાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.