હવામાન:રાત્રિનો પારો 16.5 ડિગ્રી, આજથી તાપમાન 2 ડિગ્રી વધશે, ઠંડી ઘટશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડુમસમાં વહેલી સવારે આછું ધુમ્મસ - Divya Bhaskar
ડુમસમાં વહેલી સવારે આછું ધુમ્મસ
  • ઉત્તર-પૂર્વમાંથી ફૂંકાયેલા 5 કિમીની ઝડપના પવનોથી ઠંડીનું મોજું

શહેરમાં ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા ઠંડા પવનોથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શહેરમાં સતત બીજા દિવસે ઠંડીનો પારો 16.5 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. કાલથી ઠંડીની અસર સામાન્ય ઓછી થઇ શકે છે. લઘુત્તમ તાપમાન 1થી 2 ડિગ્રી વધવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 61 ટકા અને સાંજે 46 ટકા રહ્યું હતું.

નોર્થ-ઇસ્ટ દિશાથી 5 કિ.મીની ગતિએ પવન ફૂંકાયા હતા. આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. તાપમાન 16થી 18 ડિગ્રી વચ્ચે રહી શકે છે. ચાલુ સિઝનમાં સૌથી વધુ 14.2 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. મહિનાના છેલ્લા અઠવાડિયામાં 14 ડિગ્રીથી નીચે પારો ગગડવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...