પશ્ચિમ રેલવે દ્વારા તા. 19મી માર્ચના રોજ ભાયંદર અને વસઇ રોડની વચ્ચે લાઇનને અપફાસ્ટ કરવાની કામગીરીને લઇને બ્લોક મુકવામાં આવશે. પીઆરઓના જણાવ્યા પ્રમાણે શનિવાર, 18 માર્ચ અને રવિવાર, 19 માર્ચ, 2023ની મધ્યરાત્રિએ અપ ફાસ્ટલાઇન પર રાત્રે 11.30થી મધ્યરાત્રીના 3.30 સુધી વસઈ રોડ અને ભાયંદર સ્ટેશન સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ સાધનોની જાળવણી કરવામાં આવશે. જે માટે જમ્બો બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે વિરાર અને ભાયંદર/બોરીવલી સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇનની તમામ ટ્રેનો ધીમી લાઇન પર ચલાવવામાં આવશે.
બ્લોક સમયગાળા દરમિયાન અપ અને ડાઉન દિશામાં કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ્દ રહેશે. આ બ્લોક વિશે વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્ટર્સ પાસે ઉપલબ્ધ છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે, મુસાફરી શરૂ કરતી વખતે ઉપરોક્ત વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખો. રવિવાર, 19મી માર્ચ, 2023ના રોજ પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગ પર કોઈ દિવસનો સમય બ્લોક રહેશે નહીં. આ જમ્બો બ્લોકને કારણે સુરતની 3-4 ટ્રેનો અડધો કલાક સુધી મોડી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.