MADE IN INDIA:એનજીઓ અને ફેશન ડિઝાઈનર મળી આદિવાસી મહિલાઓએ બનાવેલા ગારમેન્ટ વિદેશમાં મોકલશે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આત્મનિર્ભર ભારત અંતર્ગત આદિવાસી મહિલાઓને રોજગારી આપવા નવી પહેલ કરવામાં આવી

હાલમાં કોરોનાની મહામારીને કારણે શહેરના ધંધા-ઉદ્યોગો પડી ભાંગ્યા છે. જેના કારણે ઘણા વ્યક્તિઓને રોજગારી મળતી બંધ થઈ ચુકી છે. આવા સમયમાં શહેરના ફેશન ડિઝાઈનર અને શક્તિ ફાઉન્ડેશ દ્વારા ટાયપ કરવામાં આવ્યું છે. શક્તિ ફાઉન્ડેશન સાથે જોડાયેલી આદિવાસી મહિલાઓને ટ્રેઈનિંગ આપવામાં આવશે. તેમણે બનાવેલા ગાર્મેન્ટ વિદેશમાં પણ મોકલવામાં આવશે. 

ફ્રિમાં ટ્રેનિંગ: ડિઝાઈનર દ્વારા પહેલાં ગારમેન્ટ ડિઝાઈન કરાશે

મહિલાઓ પાસે ગર્વમેન્ટ દ્વારા આપવામાં આવેલ સ્ટીચિંગ મશીનની સુવિધા છે. પરંતુ તેમને તેનું પૂરતુ જ્ઞાન નથી. તેઓ મશીન ચલાવી શકે છે પરંતુ ડિઝાઈનિંગ કરી શક્તા નથી. જેથી ફેશન ડિઝાઈનર દ્વારા ગામમાં જઈ પહેલા ફેશનેબલ ગાર્મેન્ટ અને ડિઝાઈનર ગારમેન્ટ્સ કંઈ રીતે સ્ટીચ સહિતનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. 

મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યો છે

પ્રોજેક્ટથી મહિલાઓને રોજગારી મળી રહેશે. અત્યારે 20 મહિલાઓ છે તો તેમનું જોઈને બીજી મહિલાઓને મોટીવેશન મળશે અને તેઓ પણ જોડાશે. તેમનું કામ બંધ ન થાય એ રીતે તેમની મદદ કરવાના પ્રયત્નો કરીશું. મહિલાઓને આર્થિક રીતે સદ્ધર કરવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યો છે.- સીમા કાલાવાડિયા, ફેશન ડિઝાઈનર

સેલિબ્રિટીઓ પણ પહેરશે આ ગાર્મેન્ટ

ખાદી પ્રોજેકટ માટે ઓનલાઈન પ્લેટફોર્મ છે. જેમાં ફક્ત ખાદીના જ ગારમેન્ટસ હોય છે. આ પ્લેટફોર્મ પરથી ઈન્ડસ્ટ્રીની ઘણી બધી સેલિબ્રિટી પણ તેમના ગારમેન્ટ્સ ખરીદતા હતાં. ઘણી સેલિબ્રિટી પોતાના પર્સનલ ડ્રેસ ડિઝાઈન કરવા માટે પણ આ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓર્ડર આપે છે.  હવે આ મહિલાઓએ બનાવેલા ગાર્મેન્ટ સેલિબ્રિટીઓ પણ પહેરશે.

અન્ય સમાચારો પણ છે...