ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના મોંઢામાંથી કોળિયો છીનવી અનાજના કાળાબજાર કરનારા દૂકાનદારો પર પુરવઠા વિભાગે લગામ કસી છે. આવા લોકો માટે એનએફએસએ હેઠળ સરકારી અનાજ આપવામાં આવે છે. જોકે, કેટલાક દુકનદારોએ અનાજ બારોબાર સગેવગે કરી દીધું ત્યારે સુરત પુરવઠા વિભાગે કરેલી તપાસમાં અનાજ ન લેતા હોય તેવા એનએફએસએ કાર્ડધારકો મળતા છેલ્લા 6 માસથી અનાજ નહીં લેતા 10184 કાર્ડધારકોના કાર્ડને બ્લોક કરાયા છે. આવા કાર્ડ ધારકોએ 31મી પહેલા કેવાયસી અપડેટ કરવાની રહેશે કેવાયસી નહીં કરાવનારના કાર્ડ રદ કરાશે.
ઉધના ઝોનમાં સૌથી વધુ 1166 કાર્ડ રદ કરાયા
ઓલપાડમાં 107, ચૌર્યાસીમાં 233, કામરેજમાં 1166, પલસાણામાં 773, બારડોલીમાં 743, માંડવીમાં 127, મહુવામાં 20, માંગરોળમાં 2, ઉમરપાડામાં 148 તથા ઝોન પ્રમાણે મજુરામાં 137, રાંદેરમાં 762, નાનપુરામાં 824, ચોકમાં 748, અમરોલીમાં 508, ઉધનામાં 1157, કતારગામમાં 922, પુણામાં 1059, વરાછામાં 342, લિંબાયતમાં 406 કાર્ડ બ્લોક કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.