ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક:IPLની ચેન્નઇ-બેંગ્લોરની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનારને સુરત ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢના કેશોદથી ઝડપી લીધો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જુદા-જુદા ટુંકા નામ તથા કોડ નેમવાળા નાસતા ફરતા આરોપી. - Divya Bhaskar
જુદા-જુદા ટુંકા નામ તથા કોડ નેમવાળા નાસતા ફરતા આરોપી.
  • આરોપી 82,690ના મુદ્દામાલ સાથે ઝડપાયો

અડાજણ ગૌરવપથ રોડ ગોથીક રીટાઇજ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટમાં આરોપી આકાશ રમેશ ચાંદરાણી IPL T20 ચૈન્નઇ Vs બેંગ્લોર વચ્ચે રમાયેલ ક્રિકેટ મેચના સટ્ટાનો જુગાર રમાડતો હતો. આ ગુનામાં સંડોવાયેલા નિકુંજ ઉર્ફે સોનુની સુરત ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢના કેશોદથી ઝડપી પાડ્યો હતો.

29 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે
ગુજરાતના જુદા જુદા શહેરના ગ્રાહકો સાથે ક્રિકેટ સટ્ટાના ભાવ આપી લેપટોપ તથા મોબાઇલમાં પૈસાની હાર-જીતનો જુગાર રમી, રમાડી સોદાઓ લખી, લેપટોપ નંગ 1, મોબાઇલ ફોન નંગ-29, રાઉટર , ઇલેક્ટ્રીક બોર્ડ તથા અંગ ઝડતીના નાણા રૂ. 12590 મળી કુલ કિ.રૂ. 82,690ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.

જુદા-જુદા ટુંકા નામ તથા કોડ નેમવાળા નાસતા ફરતા આરોપી
ગુનામાં પકડવાના બાકી જુદા-જુદા ટુંકા નામ તથા કોડ નેમવાળા નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા બાતમી હકીકત આધારે જૂનાગઢના કેશોદ ખાતેથી ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી નિકુંજ ઉર્ફે સોનુ કેશોદ અશોકભાઇ જોષીની ધરપકડ કરવામાં આવી છે.

સટ્ટાખોરોને ઝડપી પાડવા માટે પ્રયાસો
IPL ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ ચાહકો સિવાય સટોડિયાઓ ખૂબ સક્રિય થઈ ગયા હોય છે. દરેક મેચ ઉપર લાખો-કરોડો રૂપિયાનો સટ્ટો રમતો હોય છે. સુરત શહેરમાં પણ આઇપીએલ ઉપર સટ્ટો રમવા ના અલગ અલગ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરીછૂપીથી સટ્ટો રમતો હોવાને કારણે ક્રાઈમ બ્રાન્ચ સહિત શહેર પોલીસ આવા સટ્ટાખોરોને ઝડપી પાડવા માટે પ્રયાસો કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...