• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In The New Year, Two Bridges Built At A Cost Of Rs 247 Crore Will Be Available, While Work On Another 19 Bridges Is In Full Swing.

બ્રિજ સિટી સુરત:નવા વર્ષમાં 247 કરોડના ખર્ચે બનેલા બે બ્રિજ મળશે, અન્ય 19 બ્રિજની કામગીરી પૂરજોશમાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત બ્રિજ સિટી તરીકે ઓળખાય છે. - Divya Bhaskar
સુરત બ્રિજ સિટી તરીકે ઓળખાય છે.
  • સુરત શહેરમાં હાલ 115 બ્રિજ કાર્યરત છે

બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત સિટીમાં નવા વર્ષમાં 247 કરોડના નવા બે બ્રિજ મળશે. સુરત શહેરમાં હાલ 115 બ્રિજ કાર્યરત છે અને નવા બે બ્રિજ મળતા 117 બ્રિજ કાર્યરત થઈ જશે. આ સાથે સુરત શહેરમાં અન્ય 19 બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.

બે નવા બ્રિજ મળતા સુરતમાં 117 બ્રિજ થઈ જશે
નવા વર્ષમાં ટૂંક સમયમાં જ શહેરીજનોને નવા 2 બ્રિજની ભેટ મળશે. સુરત-મુંબઈ વેસ્ટર્ન રેલવે લાઈન ઉપર રેલવે ગરનાળા ઉપરના સહારા દરવાજા મલ્ટી લેયર ફ્લાય ઓવરબ્રિજ કે જે 133.50 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. જ્યારે તાપી નદી ઉપર મોટા વરાછાથી વરાછા વોટર વર્ક્સને લાગુ વરાછા ખાડી સુધી રિવર બ્રિજ કે જે 114 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. આ બંને બ્રિજ સાથે શહેરમાં અન્ય 19 જેટલા બ્રિજની કામગીરી ચાલી રહી છે.

સુરતમાં 2470 કરોડના બ્રિજ હાલ કાર્યરત છે.
સુરતમાં 2470 કરોડના બ્રિજ હાલ કાર્યરત છે.

હાલ સુરતમાં કેટલા બ્રિજ કાર્યરત

બ્રિજનો પ્રકારકુલકિંમત (કરોડમાં)
રિવર બ્રિજ14893.3
ખાડી બ્રિજ61165.12
ફ્લાય ઓવરબ્રિજ28940.55
રેલવે ઓવર-અંડર બ્રિજ12471.63
કુલ1152470.6
હાલ 19 જેટલા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
હાલ 19 જેટલા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

આ 19 બ્રિજની કામગીરી હાલમાં ચાલુ

  • લિંબાયતમાં ડીંડોલી-ખરવાસા રોડ અને મીડલ રિંગરોડ જંક્શન સાઈ પોઈન્ટ પાસે ફ્લાય ઓવર બ્રિજ
  • અઠવા ઝોનમાં એસવીએનઆઈટી અને કારગીલ જિંક્શન પર સક્લ ફ્લાય ઓવર બ્રિજ
  • કતારગામમાં રત્નમાલા જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ
  • વરાછામાં સુરત-કામરેજ રોડ પર શ્યામધામ મંદિર જંક્શન પર ફ્લાય ઓવર બ્રિજ
  • એપીએમસી જંક્શન પર બ્રિજ
  • સીમાડા જંક્શન પર બ્રિજ
  • યોગીચોક જંક્શન પર બ્રિજ
  • વી.આઈ.પી જંક્શન પર ઉત્રાણ નજીક
  • બાપાસીતારામ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ
  • ઉધનામાં પત્રકાર કોલોની જંક્શન પર
  • લિંબાયતમાં ડીંડોલી માનસરોવર સોસાયટી પાસે રેલવે ઓવર બ્રિજ
  • સુરત-મુંબઈ રેલવે લાઈન પર રેલવે ઓવર બ્રિજ
  • અમરોલી-સાયણ રોડ પર કોસાડ-ક્ખિકો લાઈન રેલવે ઓવર બ્રિજ
  • ગોઠાણ નજીક રેલવે અંડરબ્રિજ
  • બમરોલી ડો.હેડગેવાર બ્રિજનું વાઈડનિંગ કામ
  • વરાછા શ્યામધામ સોસાયટી નજીક ખાડી બ્રિજ
  • પુણામાં નવો ખાડી બ્રિજ
  • લિંબાયતમાં માધવબાગ સોસાયટી પાસે ખાડી બ્રિજ