તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:નવા ટેક્સ. એકમને HT-LT જોડાણનું મોડ્યુઅલ જાન્યુઆરીથી કાર્યરત થશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2019માં જાહેર વીજ સબસિડી મુદ્દે ગાંધીનગર રજૂઆત થઈ હતી

જાન્યુઆરી 2019માં રાજ્ય સરકાર દ્વારા 5 વર્ષની સમય મર્યાદા માટે ટેક્સટાઈલ પોલીસી જાહેર કરાઈ હતી, તે અંતર્ગત નવા ટેક્સટાઈલ એકમોને એચટી અને એલટી કનેકશન પર રૂ.2 અને 3ની સબસિડી આપવાની જાહેરાત થઈ છે, પરંતુ આજદિન સુધી સુરતના નવા સ્થપાયેલા ટેક્સટાઈલ એકમો તે સબસિડીનો લાભ લઈ શક્યાં નથી. જેની પાછળ આ સબસિડી મેળવવા માટેનું મોડ્યુલ તૈયાર નહીં હોવાનું કારણ છે. જેના માટે તાજેતરમાં ચેમ્બર અને શહેરના ઉદ્યોગકારો દ્વારા રાજ્ય સરકારને થયેલી રજૂઆત બાદ જાન્યુઆરી 2021માં મોડ્યુલ જાહેર કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.

સુરતના કાપડ ઉદ્યોગકારો દ્વારા વર્ષ 2018થી રાજ્ય સરકારમાં વીજ સબસિડી આપવા માટે રજૂઆત કરવામાં આવી રહી હતી. સરકાર દ્વારા યોગ્ય મચક નહીં આપતાં સુરતના ટેક્સટાઈલ એકમો મહારાષ્ટ્રના નવાપુર-તારાપુરમાં શિફ્ટ થઈ જવાની ચિંતા વ્યક્ત કરાતા તા.10મી જાન્યુઆરી 2019ના રોજના રાજ્ય સરકારે ટેક્સટાઈલ પોલીસી જાહેર કરી હતી. જેમાં ફક્ત નવા એકમો પૈકી એલટી અને એચટી વીજ લાઈન પર રૂ.2 અને 3ની પ્રતિ યુનિટ સબસિડી જાહેર કરવામાં આવી હતી. જોકે, હજુયે હયાત એકમોને રૂ.8 પ્રતિ યુનિટના દરે વીજ દર ચૂકવવા પડી રહ્યાં છે. આ અંગે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતી જણાવે છે કે, થોડા દિવસ પૂર્વે જ ગાંધીનગરમાં મિટીંગ થયા બાદ જાન્યુઆરી 2021 સુધીમાં પોર્ટલ તૈયાર કરવા આશ્વાસન આપવામાં આવ્યું છે. જોકે, ચેમ્બર તરફથી રજૂઆતો યથાવત રખાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો