તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ફોરેનની મિલકત તપાસવા ITમાં નવી પોસ્ટ બનાવાઈ

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દુબઇ સહિતના ગલ્ફ કન્ટ્રી, અમેરિકા-યુરોપમાં સુરતીઓની મિલકતો હોવાના IT પાસે ઇનપુટ

હવે ફોરેન ટ્રાન્સફર થતાં ફંડ અને ત્યાં ખરીદાતી મિલકતો મામલે તપાસ કરવા સુરત આવકવેરા વિભાગમાં એક આખું યુનિટ ઊભું કરાયું છે. જે સુરતીઓના વિદેશી ટ્રાન્ઝેકશનો પર ખાસ નજર રાખશે. ફોરેન એસેસ્ટ ઇન્વેસ્ટિગેશન યુનિટ (FAIU)માં એડિશનલ કમિશનરના પદ માટે બ્યોમકેસ પાંડાની નિમણૂક થઈ છે. આ યુનિટ અંગે વધુ માહિતી આપતા સી.એ. ડેનિશ ચોકસી કહે છે કે ધારો કે સુરત અને દક્ષિણ ગુજરાતમાં જો કોઇ વ્યકિતએ ફોરેનમાં મિલકત લીધી હોય અને તેને ચોપડે ન બતાવી હોય તો આ યુનિટ તેની શોધખોળ કરશે અને જરૂરી ટે્ક્સ કે પેનલ્ટી વસુલ કરશે.

25 વર્ષ પછી ગુજરાતી પાસે દરોડાનું સુકાન
આઇટીમાં બદલીઓ, ઇન્વેસ્ટિગેશનમાં 25 વર્ષ પછી કોઈ ગુજરાતી આવકેરા વિભાગમાં બદલીના ઓર્ડર કરાયા છે જેમાં આસિસ્ટન્ટ અને એડિશનલ કમિશનરોની ટ્રાન્સફર કરાઈ છે. ઇન્વેસ્ટિગેશ વિંગમાં એડિશનલ કમિશનર તરીકે કેયુર પટેલની નિમણૂક થઈ છે. 25 વર્ષ પછી કોઈ ગુજરાતી અધિકારીની પાસે દરોડા વિંગનું સુકાન આવ્યુ છે. અગાઉ 1996-97માં આર.વી. પટેલ હતા. આ ઉપરાંત સુરતમાં બીજા 25 જેટલાં અધિકારીઓની બદલીઓ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...