પાલિકાએ શહેરમાં અલગ અલગ લોકેશન પર 5 નવા આરોગ્ય કેન્દ્ર બનાવવાનું આયોજન કરાયું છે. રૂા.19.31 કરોડના ખર્ચે અલથાણ, જહાંગીરપુરા, ડીંડોલી , ડુંભાલ અને ગોડાદરામાં હેલ્થ સેન્ટર બનાવવા માટેના અંદાજ મંજૂર કરવા જાહેર બાંધકામ સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આગામી 5 ઓગસ્ટના રોજ મળનાર બેઠકમાં આરોગ્ય કેન્દ્ર બનાવવા સંદર્ભે નિર્ણય લેવામાં આવશે.
શહેરી વિસ્તારના ગરીબોને આરોગ્ય સુવિદ્યાઓ પુરી પાડવાના હેતુથી પાલિકા માટે સરકારે શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફાળવ્યા છે. જેના બાંધકામ માટે સરકાર તરફથી ગ્રાન્ટ મળનાર છે. જેથી નવા આરોગ્ય કેન્દ્રો બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
ઝોન પ્રમાણે આ રીતે આરોગ્ય કેન્દ્રો બનશે
અઠવામાં 1896 ચોમી જગ્યામાં 4.10 કરોડના ખર્ચે ટી.પી સ્કીમ નં 37 (અલથાણ-સાઉથ) ફાઇનલ પ્લોટ નં 122 ખાતે હેલ્થ સેન્ટર બનાવાશે. રાંદેર ઝોનમાં જહાંગીરપુરા ટી.પી સ્કીમ નં 45, ફાઇનલ પ્લોટ નં 107, શહેરી આરોગ્ય કેન્દ્ર બનાવવાના રૂા.4.71 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનશે.
જ્યારે લિંબાયત ઝોનમાં ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં 69 (ગોડાદરા-ડીંડોલી), ફાઇનલ પ્લોટ નં આર-18 વાળી જગ્યામાં રૂા.4.18 કરોડના ખર્ચે, ટી.પી સ્કીમ નં 33 (ડુંભાલ), ફાઇનલ પ્લોટ નં આર-10 વાળી જગ્યામાં આરોગ્ય કેન્દ્ર બનાવવાના રૂા.2.69 કરોડના ખર્ચે, ટી.પી સ્કીમ નં 61, પરવટ ગોડાદરા, ફાઇનલ પ્લોટ નં આર-17 વાળી જગ્યામાં આરોગ્ય કેન્દ્ર બનાવવાના રૂા. 3.53 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર તૈયાર કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.