તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • New Life For Seven People From Organ Donation In Surat, Lung Transplant By Cutting The Distance Of 940 Km From Hyderabad In 160 Minutes

અંગદાન:સુરતમાં અંગદાનથી સાત વ્યક્તિઓને નવું જીવન, હૈદરાબાદનું 940 કિ.મીનું અંતર 160 મિનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પરિવારે અંગદાનની સહમતી આપતાં હ્રદય, ફેફસાં સહિતના અંગોનું દાન કરવામાં આવ્યું છે. - Divya Bhaskar
પરિવારે અંગદાનની સહમતી આપતાં હ્રદય, ફેફસાં સહિતના અંગોનું દાન કરવામાં આવ્યું છે.
  • બ્લડપ્રેશર બાદ બ્રેઈન હેમરેજથી કામિનીબેનને બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાન કર્યું

કોરોના કાળ દરમિયાન પણ સુરતમાંથી અંગદાન થવાનો સીલસીલો યથાવત રહ્યો છે. લેઉવા પટેલ પાટીદાર સમાજના બ્રેઈનડેડ કામિનીબેન ભરતભાઈ પટેલના પરિવારે તેમના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે.કોવિડ-19 મહામારીની બીજી લહેર પછી ગુજરાતમાં સુરતમાંથી હૃદય અને ફેફસાં દાન કરાવવાની સૌપ્રથમ ઘટના સામે આવી છે. સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 100 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી 46 વર્ષીય મહિલામાં સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. જ્યારે સુરતથી હૈદરાબાદનું 940 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ જલગાંવ, મહારાષ્ટ્રની રહેવાસી 31 વર્ષીય મહિલામાં કીમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. જયારે એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલ અને બીજી કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું છે.

એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલ અને બીજી કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદ મોકલાઈ
એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલ અને બીજી કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદ મોકલાઈ

કામિનીબેનને બ્રેઈન હેમરેજ થયુ હતુ
તા.17 મે ના રોજ સવારે 6 કલાકે કામિનીબેન પથારીમાંથી ઉભા થવા જતા તેઓથી ઉભા થવાયું ન હતું. તેથી પરિવારે ડોક્ટરને બોલાવ્યા તેઓએ તેમને તપાસતા તેમનું બ્લડ પ્રેસર ખુબ જ વધી ગયું હોવાનું જણાવ્યું હતું. તેથી તેમને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે તેમને સુરતની શેલ્બી હોસ્પિટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.દિવ્યાંગ શાહની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. ન્યુરોસર્જન ડૉ.મિલન સેજલીયાએ ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.

સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 100 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું
સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 100 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું

તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યા
શનિવાર તા.5 જૂનના રોજ ન્યુરોફીજીશીયન ડૉ. ડૉ.દિવ્યાંગ શાહ, ન્યુરોસર્જન ડૉ.મિલન સેજલીયા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.આરુલ શુક્લા અને ફીજીશીયન ડૉ.હેતલ રૂડાનીએ કામિનીબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં.. ડૉ.આરુલ શુક્લાએ ઓર્ગન ડોનેટ લાઈફનો સંપર્ક કર્યો હતો. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કામિનીબેનના પતિ ભરતભાઈ, પુત્ર અનિકેત, ભાઈ સંજયભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.કામિનીબેનના પતિ ભરતભાઈ કે જેઓ અમેરિકાના ટાઈની સ્માઈલીંગ ફેસીસ ગ્રુપ તથા જુદી-જુદી સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓએ કોવીડ 19ના મહામારીના સમય દરમ્યાન બારડોલી પંથકમાં આઈસોલેશન વોર્ડના દર્દીઓ તેમજ સ્ટાફ માટે જમવાની સુવિધા, દવાઓ તેમજ મેડીકલના વિવિધ સાધનોના વિતરણની વ્યવસ્થા ખુબ જ સુંદર રીતે કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે મારી પત્ની બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમના અંગોના દાન થકી વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપી તેઓના તથા તેમના પરિવારના મોઢા ઉપર ખુશાલી લાવો.

સુરતથી હૈદરાબાદનું 940 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું
સુરતથી હૈદરાબાદનું 940 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું

ફેફસા દાન કરાવવા પુત્રએ ભાર મુક્યો
પુત્ર અનિકેતે કે જે આણંદની ચારુસેટ યુનીવર્સીટીમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગનો આભ્યાસ કરી રહ્યો છે તેને પણ જણાવ્યું કે,હાલમાં કોવીડના સમયમાં ઘણા બધા વ્યક્તિઓના ફેફસાં ખરાબ થઇ ગયા છે ત્યારે મારી માતાના ફેફસાનું દાન જરૂર કરાવજો. જેથી કોવીડની મહામારીના સમય દરમ્યાન જેમના ફેફસાં ખરાબ થયા હોય તેઓને નવું જીવન મળી શકે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ SOTTOના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની, લિવર, હૃદય અને ફેફસાના દાન માટે જણાવ્યું.ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી નહિ હોવાને કારણે SOTTO દ્વારા ROTTO મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો.ROTTO મુંબઈ દ્વારા હૃદય મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ફાળવવામાં આવ્યું.

બીજી લહેર પછી ગુજરાતમાંથી હૃદય અને ફેફસાના દાન કરાવવાની આ સૌપ્રથમ ઘટના
બીજી લહેર પછી ગુજરાતમાંથી હૃદય અને ફેફસાના દાન કરાવવાની આ સૌપ્રથમ ઘટના

ફેફસા હૈદરાબાદ મોકલાયા
NOTTO દ્વારા ફેફસા હૈદરાબાદની કીમ્સ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. જયારે SOTTO દ્વારા એક કિડની અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલ તેમજ એક કિડની અને લિવર અમદાવાદની IKDRC ને ફાળવવામાં આવ્યા.મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલના ડૉ.સંદીપ સિંહા, ડૉ.રોહિત અને તેમની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું, હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલના ડૉ.વિવેક સિંગ, ડૉ.પ્રેમ આનંદ અને તેમની ટીમે આવી ફેફસાનું દાન સ્વીકાર્યું,અમદાવાદની IKDRCના ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

હ્રદય, ફેફસાં અને કિડની સમયસર મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદ પહોંચાડવા માટે ત્રણ ગ્રીન કોરીડોર બનાવાયા હતા.
હ્રદય, ફેફસાં અને કિડની સમયસર મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદ પહોંચાડવા માટે ત્રણ ગ્રીન કોરીડોર બનાવાયા હતા.

કોરોનામાં ફેફસા ગુમાવનારને ફેફસા મળ્યાં
સુરતની શેલ્બી હોસ્પિટલથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 100 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલ હોસ્પીટલમાં મુંબઈની રહેવાસી 46 વર્ષીય મહિલામાં ડૉ.અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા તેમજ હૈદરાબાદનું 940 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની કીમ્સ હોસ્પીટલમાં જલગાંવ, મહારાષ્ટ્રની રહેવાસી 31 વર્ષીય મહિલામાં ડૉ.સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ મહિલાના ફેફસાં કોવીડ-19ની મહામારીને કારણે ખરાબ થઇ ગયા હતા અને તેની સારવાર એકમો મશીન ઉપર ચાલી રહી હતી. કોવીડ-19 મહામારીની બીજી લહેર પછી ડોનેટ લાઈફના માધ્યમથી ગુજરાતમાંથી હૃદય અને ફેફસાના દાન કરાવવાની આ સૌપ્રથમ ઘટના છે.

સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો
સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો

ગ્રીન કોરીડોર કરાયો
સુરતની શેલ્બી હોસ્પિટલથી અમદાવાદની IKDRC હોસ્પિટલ સુધીનું 264 કિ.મી રોડ માર્ગનું અંતર 190 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 30 વર્ષીય મહિલામાં અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં ડૉ. કેતન શુક્લા અને તેમની ટીમ દ્વારા તથા બીજી કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની 27 વર્ષીય મહિલા તેમજ ભાવનગરના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. હ્રદય, ફેફસાં અને કિડની સમયસર મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદ પહોંચાડવા માટે ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.