તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Demand For New GST Number Rises By 20 Percent In Surat's Textile Industry, Hopes For Good Business During Festive Season

ટેક્સટાઈલમાં તેજીનો માહોલ:સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં નવા જીએસટી નંબરની માંગમાં 20 ટકાનો ઉછાળો, તહેવારોની સિઝનમાં સારો બિઝનેસ થાય તેવી આશા

સુરત23 દિવસ પહેલા
ગણશોત્સવ, જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળી દરમિયાન તહેવારોમાં સારા ઓર્ડર મળવાની આશા.
  • ટેક્સટાઈલ ઉદ્યોગની સ્થિતિ જોતા જીએસટી ભરવામાં પણ સુરત આગળ રહે તેવી શક્યતા

કોરોના મહામારીના કારણે ઉદ્યોગ-ધંધાની સ્થિતિ ખૂબ જ દયનીય થઇ હતી પરંતુ પહેલા અને બીજા તબક્કા બાદ હવે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ધરખમ રીતે આગળ વધી રહ્યો છે. એક રીતે કહીએ કે આવી સ્થિતિમાં પણ તે ઉદ્યોગ અડીખમ રીતે ઊભો છે. સુરતમાં અને દેશમાં હાલ કોરોના સંક્રમણ નિયંત્રણમાં દેખાઇ રહ્યું છે ત્યારે આગામી સિઝનમાં ટેક્સટાઇલ ઉદ્યોગ પૂરપાટ ઝડપે વધે તેવી આશા જાગી છે. સુરત ટેક્સટાઈલ ઉદ્યોગમાં નવા જીએસટી નંબર રજિસ્ટ્રેશન માટેનો ધસારો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જે દર્શાવે છે કે હાલ સમગ્ર શહેરમાં રાજ્યમાં અને દેશમાં ઉદ્યોગને ગતિ મળે તેવો માહોલ ઉભો થયો છે. છેલ્લા બેથી ત્રણ મહિનામાં જીએસટી રજિસ્ટ્રેશન માટે સામાન્ય દિવસો કરતા 20 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે જે નોંધનીય કહી શકાય. આ તો માત્ર ટેક્સટાઈલ ઉદ્યોગમાં જ નવા જીએસટી નંબર માટેનો આંક છે.

છેલ્લા ચાર મહિનામાં વેપારમાં 35 ટકા જેટલો વધારો
સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં હાલ સ્થિતિ ખૂબ જ સુધરી હોવાનું દેખાઈ રહ્યું છે. સુરતના ટેકસટાઈલ ઉદ્યોગમાં છેલ્લા ચાર મહિનાથી અત્યાર સુધીના વેપારમાં 35 ટકા જેટલો વધારો દેખાઈ રહ્યો છે. કોરોના સંક્રમણની સ્થિતિ સામાન્ય થતાંની સાથે જ ફરી એકવાર ટેક્સટાઈલ ઉદ્યોગ ધમધમવા લાગ્યો છે. વેપારીઓને નવા ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા છે.

ઘરેથી ઉદ્યોગ કરનારાઓ દ્વારા જીએસટી નંબર લેવા માટે રજિસ્ટ્રેશન
સુરતમાં ઓનલાઈ માર્કેટની નવી દિશા શરૂ થઇ છે. ઓનલાઇન ખરીદ વેચાણનું સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ખૂબ ઊંચું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ઘરેથી ઉદ્યોગ કરનારાઓ જીએસટી નંબર લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અધિકારીઓ દ્વારા પહેલા ઘરેથી રજિસ્ટ્રેશન કરાવવા માંગતા લોકોને જીએસટી નંબર આપવા માટે આનાકાની કરતા હતા. પરંતુ ઓનલાઇન બિઝનેસની સારી સ્થિતિ જોતા સરકારે નોટિફિકેશન બહાર પાડીને જીએસટી અધિકારીઓને તાત્કાલિક ઘરેથી વેપાર કરવા ઇચ્છતા લોકોને પણ જીએસટી નંબર તાત્કાલિક ફાળવવામાં આવે તેવી તાકીદ કરી છે. પ્લેસ ઓફ જોબ અંગે માહિતીની વધુ જરૂરિયાત નથી.

કોરોના સંક્રમણની બે લહેર બાદ હવે ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઓર્ડરો મળવાના શરૂ થઈ ગયા છે.
કોરોના સંક્રમણની બે લહેર બાદ હવે ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઓર્ડરો મળવાના શરૂ થઈ ગયા છે.

ટેક્સટાઇલ ઉદ્યોગ પોતાની ગતિ ઝડપથી આગળ વધારી રહ્યો છે
સુરતના જાણીતા સીએ નિતેશ અગ્રવાલે જણાવ્યું કે જીએસટીની આવક પરથી અંદાજ લગાવી શકીએ કે રાજ્યમાં અને દેશમાં ઉદ્યોગની સ્થિતિ કેવી છે. હાલ જીએસટીમાં જે પ્રકારે વધારો જોવા મળી રહ્યો છે. તેના પરથી કહી શકાય કે સુરતની અંદર પણ સ્થિતિ ખૂબ જ સારી છે. વિશેષ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ પોતાની ગતિ ઝડપથી આગળ વધારી રહ્યો છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં વેપાર કરવા ઇચ્છતા લોકો નવા જીએસટી નંબરની જે રીતે માંગ વધી છે તે જોતા ટેક્સટાઈલ ઉદ્યોગની સ્થિતિમાં ધરખમ સુધારો થયો હોય તેવું આપણે સ્પષ્ટ કહી શકીએ છે.

તહેવારોની સિઝનમાં સારો એવો બિઝનેસ થાય તેવી પૂર્ણ શક્યતા
ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રવક્તા રંગનાથ શારદાએ જણાવ્યું કે કોરોના સંક્રમણની બે લહેર બાદ હવે ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઓર્ડરો મળવાના શરૂ થઈ ગયા છે. કર્ણાટકને બાદ કરતા લગભગ દેશના તમામ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં હોવાથી આ તહેવારોની સિઝનમાં સારો એવો બિઝનેસ થાય તેવી પૂર્ણ શક્યતાઓ છે. ઘણા દિવસથી માર્કેટ એકદમ ઠપ થઈ ગયું હતું પરંતુ હવે એટલી જ ઝડપથી ટેક્સટાઇલ ઉદ્યોગ ફરીથી વેગવંતો થશે તેવો માહોલ દેખાવાનું શરૂ થઈ ગયો છે. ગણપતિ, જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળી દરમિયાન તહેવારોમાં માંગ ઊભી થશે.

ઝડપથી ટેક્સટાઇલ ઉદ્યોગ ફરીથી વેગવંતો થશે તેવો માહોલ દેખાવાનું શરૂ થઈ ગયો છે.
ઝડપથી ટેક્સટાઇલ ઉદ્યોગ ફરીથી વેગવંતો થશે તેવો માહોલ દેખાવાનું શરૂ થઈ ગયો છે.

જીએસટીમાં થયેલી આવક
ગુજરાત સરકારને જીએસટી થયેલી આવકમાં ગત જુલાઈ 2020માં 5621 કરોડ હતી અને જુલાઈ 2021માં 7629 કરોડ થઈ છે. જ્યારે દેશમાં જુલાઈ 2020માં 66,291 કરોડ અને જુલાઈ 2021માં 1,16,393 કરોડ થઈ છે.