તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નવા ડે. કમિશનરો નિમાયા છતાં ઝોન-ખાતા નહીં ફાળવાતા વિવાદ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવનિયુક્તને ઝોનમાં કામ નહીં કરવું હોવાની ચર્ચા
  • 3 ઝોન ઇન્ચાર્જ, એક્સટેન્શન મેળવેલા અધિકારીઓ ચલાવે છે

પાલિકામાં ચેપ્ટર પ્રોવાઇઝોથી રાતોરાત ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂંક થનાર ત્રણેય અધિકારીને અઠવાડિયા બાદ પણ ઝોન તથા ખાતાની વહેંચણી કરવામાં ન આવતા તરેહતરેહની ચર્ચા ઉઠી છે. આ ત્રણેય ડે.કમિશનરોને ઝોનમાં કામ કરવું નથી એવી પાલિકાની લોબીમાં ચર્ચા ચાલી રહી છે.

ચેપ્ટર પ્રોવાઇઝોથી સેક્રેટરી સ્વાતિ દેસાઇ, એકાઉન્ટ, પીઆરઓ સહિતના ખાતાની જવાબદારી સંભાળનાર આસિ. કમિશનર કમલેશ નાયક તથા લિંબાયત ઝોનના આસિ.કમિશનર એચ.વી.કિનખાબવાલાને ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂંક કરાઇ હતી. પાલિકાના 8 ઝોન પૈકી રાંદેર ઝોનમાં ઝોનલ ચીફ તરીકે કરારીય ધોરણે ફરજ બજાવતા ડે.કમિશનર સી.વાય.ભટ્ટ, લિંબાયત ઝોનમાં રિટાયર્ડ આઇએએસ આર.જે.માકડિયા તથા સેન્ટ્ર્લ ઝોનમાં ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ગાયત્રી જરીવાલાથી ગાડું ગબડાવાઈ રહ્યું છે.

એટલું જ નહીં ડેપ્યુટી કમિશનર (કરારીય) રાજેશ પંડ્યા પાસે ટ્રાફિક સેલ, પે એન્ડ પાર્ક, સુરત સિટી લીન્ક, બાયોડાયવર્સિટી પાર્ક, સુરત મેટ્રો, જીઆઇએસ સેલ તથા સિટી ઇજનેર આશિષ દુબે પાસે અઠવા ઝોનની જવાબદારી છે. ભૂતકાળમાં સિટી ઇજનેરોને ઝોન સોંપવામાં આવ્યા હતા.

લાયકાતમાં ફેરફાર થતાં ભરતીમાં વિલંબ થયો હતો
પાલિકામાં 8 ડેપ્યુટી કમિશનરની જગ્યા સામે 5 જગ્યા ખાલી પડતાં જાન્યુ. 2020માં જાહેરાત બહાર પાડવામાં આવી હતી. પરંતુ કોરોના અને લોકડાઉન વચ્ચે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે પાલિકામાં ડેપ્યુટી કમિશનરની લાયકાતમાં ફેરફાર કરી એલએલબી ફરજિયાત કર્યું હતું. જેથી આ ભરતીની પ્રક્રિયા બાબતે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.

અન્ય સમાચારો પણ છે...