તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી નવા સીપી:‘નવા CPએ પોલીસને ફીટ રાખવા પેટ્રોલિંગમાં સાયકલ આપી હતી’

સુરત9 મહિનો પહેલા
 • કૉપી લિંક
અજય તોમર, પોલીસ કમિશનર - Divya Bhaskar
અજય તોમર, પોલીસ કમિશનર
 • નવા CP અજય તોમર સાથે ભૂતકાળમાં કામ કરનાર પૂર્વ. ACP એન.સી.પટેલે જૂની યાદો વાગોળી

સુરત શહેરના પોલીસ કમિશનર રાજેન્દ્ર બહ્રભટ્ટની વડોદરા પોલીસ કમિશનર તરીકે બદલી થઈ છે. સુરતમાં 22માં પોલીસ કમિશનર તરીકે અજય તોમર નિમણુંક કરવામાં આવી છે. સુરતના પોલીસ કમિશનર અજય તોમર આવતીકાલે સોમવારે વિધિવત્ ચાર્જ સંભાળશે. ત્યારે ભૂતકાળમાં સુરતના નવા સી.પી.અજય તોમર સાથે ભૂતકાળમાં કામ કરનાર પૂર્વ ACP એન.સી.પટેલે તેમની કામગીરીને લઇને જૂની યાદો તાજી કરી હતી. આ સાથે ભાસ્કરે અજય તોમરનો એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ લીધો હતો.

સાયકલ ચલાવે તો તેમનું હેલ્થ જળવાઈ રહે
અજય તોમર ખૂબ જ હોશિયાર અને સોમ્ય સ્વભાવના પ્રમાણિક પ્રેક્ટિકલ અધિકારી છે. પોલીસનું મનોબળને હંમેશા ઉચે લઈ જવા સદા તત્પર રહેતા હોય છે. અધિકારીઓ ફિઝિકલી ફિટ રહે તેનું ખાસ ધ્યાન રાખે છે. અમદાવાદમાં તેઓ પોલીસને ફીટ રાખવા નાઈટ પેટ્રોલિંગમાં સાયકલ આપી હતી. જેથી પોલીસ 5 કિલોમીટર ઉપરાંત સાયકલ ચલાવે તો તેમનું હેલ્થ જળવાઈ રહે, પોલીસને થતી હેરાનગતિ ચલાવી લેતા ન હતાં અને હંમેશા સત્ય તરફ ઝુકાવ કરતા.

તેમના ધર્મપત્ની અગ્રસચિવ તરીકે ગુજરાત રાજ્યમાં કાર્યરત
અમદાવાદમાં વ્યાજખોરોને પકડીને સીધાદોર કરી દીધા હતા. ગુનાખોરી પર મજબૂત પકડ ધરાવે છે અને ગંભીર પ્રકારના ગુના તથા બહુ ચર્ચિત કેસમાં જયાં સુધી મુખ્ય સૂત્રધારો ન પકડાય ત્યાં સુધી ન તો ઝંપીને બેસે ન તો બાંધછોડ કરે. લોકોની રજૂઆતને ખૂબ જ શાંતિથી સાંભળી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં અગ્રેસર રહે છે. દારૂ-જુગારના અડ્ડાઓ કાર્યરત થવા નહી દે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે ખૂબ જ કાબીલે તારીફ કામગીરી કરી હતી. તેમના ધર્મપત્ની અગ્રસચિવ તરીકે ગુજરાત રાજ્યમાં કાર્યરત છે.

સુરત શહેરના ઓર્ગેનાઈઝ ક્રાઈમને સંપૂર્ણ તાકાતથી નાબુદ કરવા કંઈ બાકી રાખવાના નથીઃ પોલીસ કમિશનર

 • એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂઃ અજય તોમર, પોલીસ કમિશનર

સવાલઃ કોરોનાની મહામારી વચ્ચે પ્રજાની વચ્ચે પોલીસ કેવી રીતે કામ કરશે?
જવાબઃ કોરોનામાં બધા લોકો શિસ્તમાં રહે, પોલીસની પણ જવાબદારી છે, પોલીસ તરફથી અમે લોકોને સમજાવીશું, અમલવારી કરાવીશું,

સવાલઃ રાજ્યનું આર્થિક પાટનગર સુરતમાં લો & ઓર્ડર બાબતે શું પ્લાનિંગ રહેશે
જવાબઃ ગુનેગારો સાથે સખતાઈથી અને સારા નાગરિકોને સહકાર મળશે.

સવાલઃ ભૂતકાળમાં સુરતમાં કેટલાક માફિયાઓ દ્વારા ખંડણી અને ધમકીના કેસો થયા છે, ઓર્ગેનાઇઝ ક્રાઇમને કાબુમાં રાખવા કેવી રણનીતિ રહેશે
જવાબઃ હું આવીને બધી પરિસ્થિતિઓનો અભ્યાસ કરીશ, ઓર્ગેનાઈઝ ક્રાઇમને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહિ, સંપૂર્ણ તાકાતથી નાબુદ કરવા કંઈ બાકી રાખવાના નથી.

સવાલઃ યંગ જનરેશન જે નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યા છે. ભૂતકાળમાં એમ.ડી. અને ગાંજા બાબતે પોલીસે કેસો કરવા છતાં નશીલા પદાર્થોનો ધંધો ફરી શરૂ થઈ જાય છે. આ દૂષણ કેવી રીતે અટકાવશો
જવાબઃ નશીલા પદાર્થો માટે કાયદો બહુ કડક છે, આ તમામ કાયદાઓનો કડક અમલવારી અમે સંપૂર્ણ નિષ્ઠા સાથે કરાવીશું. આ પ્રકારના તત્વો જે નશીલા પદાર્થોનો ધંધો કરે છે તેમની સાથે કડકાઈથી કામ લેવાશે.

સવાલઃ કોરોનાની મહામારી વચ્ચે ગણેશ વિસર્જન ઘરે કરવાની વાત છે. જો કે આ બાબતે કોઈ નવી રણનીતિ ઘડશે ખરી ?
જવાબઃ
રાજ્ય સરકાર, જિલ્લા પ્રશાસન દ્વારા નક્કી કરાશે, હું પણ આવીને આ બાબતે અભ્યાસ કરીશ. સ્વાસ્થ્ય અને જાનની રક્ષા માટે જે કંઈ યોગ્ય નિર્ણય લેવાશે તેનો અમલ કરાવીશું.

સવાલઃ શહેરમાં વ્યાજખોરોના ત્રાસને કારણે મજબૂરીમાં કેટલાક લોકો આપઘાત કરી રહયા છે. તે કાર્યવાહી કરાશે?
જવાબઃકોણ-કોણ આ પ્રકારની પ્રવૃતિ કરે છે તેની ખરાય કરી તેની સામે કડક કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો