તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શનિવારે શહેર જિલ્લામાં વેપારીઓ અને વિદ્યાર્થી સહીત કુલ 36 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જયારે 57 લોકો સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી.શનિવારે શહેર જિલ્લામાં એક પણ મોત નોંધાયું ન હતું.શહેર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 52,658 પર પહોંચી ગઈ છે.જયારે સાજા થનારાઓની સંખ્યા 51,225 પર પહોંચી ગઈ હતી.જેમાં જિલ્લાના 12,632 લોકોનો સમાવેશ થાય છે.હાલ શહેર જિલ્લામાં કુલ 296 એક્ટિવ કેસ છે.
સરકારી હોસ્પિટલમાં 7 જ દર્દી ગંભીર હાલતમાં
થોડા મહિનાઓ પહેલા સુધી કોરોનાના દર્દીઓથી ઉભરાતી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં હવે નામ માત્ર જ ગંભીર દર્દીઓ દાખલ છે.સિવિલ હોસ્પિટલમાં એક પણ દર્દી વેન્ટિલેટર કે બાયપેપ પર નથી.જયારે 1 દર્દીને ઓક્સિજન પર સારવાર આપવામાં આવી રહી છે.સ્મીમેર હોસ્પિટલની વાત કરીએ તો સ્મીમેર હોસ્પિટલમાં 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે જયારે એક દર્દી ઓક્સિજન પર છે અને બાયપેપ પર એક પણ દર્દી સારવાર હેઠળ નથી.
સુરતના 5 તાલુકામાં નવો એક પણ કેસ નહિ
સુરત જિલ્લાના 5 તાલુકામાં શનિવારે 1 પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો.કામરેજ,મહુવા,માંગરોળ,ઉમરપાડા અને માંડવીમાં એક પણ નવો કેસ સામે આવ્યો ન હતો જયારે ચોર્યાસીમાં 2 અને ઓલપાડમાં 1 પોઝિટિવ કેસ સામે આવ્યો હતો.સુરત શહેરના અલગ અલગ ઝોનની વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં 3,વરાછા એમાં 4,વરાછા બીમાં 3,રાંદેરમાં 6,કતારગામમાં 2,લીંબાયતમાં 1,ઉધનામાં 2 અને અઠવા ઝોનમાં 10 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.હાલ શહેરમાં 2869 લોકો હોમ કોરન્ટાઇન છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.