તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:નવા 3 ડે. કમિશનર નિમાયા પણ ઝોનમાં 1ની જ નિમણૂંક

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય ઝોન ઇન્ચાર્જમાં હોવા છતાં બદલી ન કરી

પાલિકામાં ડે. કમિશનરની જગ્યા પર સ્થાયી ચેરમેને ચેપ્ટર પ્રોવાઈઝો થકી 3 જગ્યા ભરી હતી. બેને આસિ.કમિશનર તરીકે પ્રમોટ કરાયા હતાં. 24 જૂને કમિશનર પાનીએ ઓર્ડર પણ ઇશ્યૂ કર્યા હતા. પરંતુ 10 દિવસ થવા છતાં ચાર્જ ન સોંપાતા વિવાદ ઉઠ્યો હતો. આખરે સોમવારે કમિશનરે ડેપ્યુટી કમિશનરોને ડિપાર્ટમેન્ટ સોંપી ત્રણ આસિ.કમિશનરોને પરસ્પર ઝોનમાં બદલી કરી છે.

કોન્ટ્રાક્ટ પરના ડે.કમિશનર સી.વાય.ભટ્ટ પાસેથી રાંદેર ઝોન લઈ એડી.સિટી ઈજનેર(સિવિલ) જતીન દેસાઈને સોંપાયો છે.નવનિયુક્ત ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક પાસે પીઆરઓ, સેન્ટ્રલ ઓફિસ સહિતનો હવાલો જારી રાખી તેમની પાસેથી લો ડિપાર્ટમેન્ટ, ઇન્ક્વાયરી ડિપા.ની જવાબદારી લઈને નવનિયુક્ત ડે. કમિ. સ્વાતિ દેસાઈને અપાઈ છે. નવનિયુક્ત ડે. કમિશનર એચ.વી.કિનખાબવાલા ને નવો ઝોન ઉધના-બી ઝોનનો હવાલો સોંપાયો છે.

કિનખાબવાલાને ઉધના-બી ઝોન સોંપાયો
નવનિયુક્ત આસિ.કમિ. બી.બી.મોરેને રાંદેર ઝોનમાંથી લિંબાયત ઝોનમાં અને ડી.એમ.ક્રિશ્ચયનને લિંબાયત ઝોનમાંથી વરાછા-બી (સરથાણા) ઝોનમાં મુકાયા છે. અઠવા ઝોનના આસિ.કમિ.જે.સી.ગાંધીને વધુ રાંદેર ઝોન સંભાળવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...