સમસ્યા:‘કાપડ માર્કેટના નવા 25 પ્રોજેક્ટ ટલ્લે, નાણાં ફસાયાં’

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડરો સામે લડત આપવા બ્રોકરોએ ભેગા મળી સારોલી બ્રોકર-વેપારી સંઘર્ષ સમિતિની રચના કરી

સારોલી રોડ પર ટેક્સટાઈલ માર્કેટ શરૂ કરવાના નામે ડાઉન પેમેન્ટ અને ટોકન ઉઘરાવી બિલ્ડરોએ પ્રોજેક્ટ પૂરા ન કરતા બ્રોકરોએ સારોલી બ્રોકર અને વેપારી સંઘર્ષ સમિતીની રચના કરી છે. બ્રોકરો કહે છે કે, અંદાજે 25 પ્રોજેક્ટોમાં વેપારીઓ અને રોકાણકારોના નાણાં ફસાયા છે.આ સમતિ સાથે સંકળાયેલા બ્રોકરો કહે છે કે, ‘છેલ્લાં 4 વર્ષથી શરૂ થયેલાં 25થી વધારે પ્રોજેક્ટો અટકી પડ્યા છે. અમુક પ્રોજેક્ટોનનું તો કન્સ્ટ્રક્શન પણ શરૂ થયું નથી. કેટલાક બિલ્ડરો ડાઉન પેમેન્ટ અને ટોકન ઉઘરાવી પ્રોજેક્ટ શરૂ કરતા નથી. આ પ્રોજેક્ટોમાં હજારો લોકોના કોરોડો રૂપિયા ફસાયા છે.’ 12મીએ ભોગ બનેલા લોકો સાથે મિટિંગ કરીને રણનીતિ તૈયાર કરાશે.

સમિતી સભ્ય મહેન્દ્ર પટેલે કહ્યું કે, ‘કેટલાક બિલ્ડરો દ્વારા વેપારીઓ અને રોકાણકારો સાથે ચિટિંગ કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટો શરૂ થવાના નામે બિલ્ડરો દ્વારા રૂપિયા લઈ લેવામાં આવે છે ત્યાર બાદ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવતા નથી. આવા બિલ્ડરો સામે લડત આપવા માટે બ્રોકરોએ મળીને સારોલી બ્રોકર અને વેપારી સંઘર્ષ સમિતીની રચના કરી છે. હવે 12મી સપ્ટેમ્બરે મિટિંગનું આયોજન કરીને રણનીતિ તૈયાર કરવામાં આવશે. ’

અન્ય સમાચારો પણ છે...