સુરત સત્તાનો સંગ્રામ LIVE:AIMIMના ઓવૈસીની લિંબાયતમાં સભા, આંદોલનકારી અલ્પેશ-ધાર્મિકને AAPની ટિકિટ, નૌતમ સ્વામીએ ભાજપ માટે મત માગ્યા

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સુરતના લિંબાયતમાં સભાને સંબોધન કરશએ - Divya Bhaskar
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સુરતના લિંબાયતમાં સભાને સંબોધન કરશએ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનું આજથી શરૂ કરાશે. આજથી ઉમેદવારી પત્રો ભરી શકાશે. રજાના દિવસો સિવાય રોજ બપોરે 3 કલાક સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર રહેશે. 15 નવેમ્બરના દિવસે ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે. 17 નવેમ્બર સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. રાજ્યમાં બે તબકકામાં થનારી ચૂંટણીમાં સુરતમાં પહેલા તબકકામાં પહેલી ડિસેમ્બરે મતદાન થશે. મતોની ગણતરી 8 ડિસેમ્બરે થશે. આચાર સંહિતાને લાગુ કરી દેવાઇ છે. જિલ્લાની બોર્ડરે ચેકપોસ્ટ બનાવી દેવાઇ છે. ઉમેદવાર, રાજકીય પાર્ટીઓ અને તેનાથી જોડાયેલા લોકોનું કાર્ય સરળતાથી થઇ શકે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ રહેશે.આપ પ્રદેશ અધ્યક્ષ ઈટાલિયા મીડિયાને સંબોધન કરતા આપના વધુ 11મી યાદીમાં 12 મૂરતિયા જાહેર કર્યા છે. જેમાં પાટીદાર આંદોલનથી ઉભરી આવેલા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાને ટિકિટ આપવામાં આવી છે.ઓવૈસી લિંબાયતમાં સભા કરશે. જ્યારે નૌતમ સ્વામીએ ભાજપ માટે માગલા મતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

નૌતમ સ્વામીની ફાઈલ તસવીર
નૌતમ સ્વામીની ફાઈલ તસવીર

નૌતમ સ્વામીએ ભાજપ માટે મત માગ્યા
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ નૌતમ સ્વામીએ સુરતની એક સભાને સંબોધી હતી. જેમાં તેમણે ભાજપ માટે મત માગ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર દ્વારા યાત્રાધામોના કરવામાં આવેલા વિકાસની વાત કરીને કહ્યું હતું કે, આગામી ચૂંટણીમાં નાના મોટા મતભેદો ભૂલી જજો અને ભાજપને મત આપજો. ભાજપ જ હિન્દુત્વની રક્ષા કરે છે. હિન્દુવાદીઓએ એ ન ભૂલવું જોઈએ કે રોડ, વિજળી જેવા પ્રાથમિક મુદ્દાઓને એકબાજુ પર મૂકી દઈને હિન્દુઓ માટે કામ કરનારને મત આપવા જોઈએ.

ગોપાલ ઈટાલિયાએ નવા મૂરતિયાના નામ જાહેર કર્યા હતાં
ગોપાલ ઈટાલિયાએ નવા મૂરતિયાના નામ જાહેર કર્યા હતાં

પાટીદાર યુવાનો મેદાનમાં
પાટીદાર અનામત આંદોલન થકી ચર્ચામાં આવેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવયા આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. હવે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે.પાટીદાર અનામત આંદોલન વખતે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જે માહોલ જોવા મળતો હતો. તે અત્યારે દેખાતો નથી. છતાં પણ હવે આ બંને આંદોલનના ચહેરા અલ્પેશ અને ધાર્મિકના આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ આપને કેટલો લાભ કરાવશે તે જોવું રસપ્રદ બની રહેશે.

અલ્પેશ કથીરિયાએ કહ્યું, અમે ભાજપ કોંગ્રેસ બન્નેને હરાવીશું
અલ્પેશ કથીરિયાએ કહ્યું, અમે ભાજપ કોંગ્રેસ બન્નેને હરાવીશું

સમય સાથે મુદ્દા બદલાતા રહે છે: અલ્પેશ કથીરિયા
અલ્પેશ કથીરિયાને દિવ્યભાસ્કર દ્વારા સ્પષ્ટ શબ્દોમાં પૂછાયું હતું કે, તમે જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યું હતું તે સમયે ભાજપને સામે વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ હતી. લોકોમાં ભારે રોષ હતો વિશેષ કરીને પાટીદારો તેમનો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે ભાજપનો સુરત શહેરની બારે બાર બેઠકો ઉપર વિજય થયો હતો. અલ્પેશ કથીરિયાએ જવાબ આપ્યો કે, સમયની સાથે મુદ્દા બદલાતા રહે છે. આ વખતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બેરોજગારી મોંઘવારી જેવા મુદ્દાને કારણે લોકો પીસાઈ રહ્યા છે. તેના કારણે લોકો આમ આદમી પાર્ટીને વોટ આપશે. લોકોએ મનોમન નક્કી કરી લીધું છે કે, આ વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવી છે. મહિલા હોય કે, યુવાનો હોય તમામ લોકો ભાજપના વિરોધમાં મતદાન કરશે.

પાસના મુખ્ય ચહેરાવો સુરતથી જ ચૂંટણી લડી રહ્યા છે
પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પોતે કતારગામ વિધાનસભા ઉપરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આપના મહામંત્રી મનોજ સોરઠીયા કરંજ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવે તેવી પ્રબળ શક્યતાઓ છે. બીજી તરફ પાસમાંથી આપમાં જોડાયેલા ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા પોતે વરાછા અને ઓલપાડ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે, તમામ ચહેરાઓ સુરતથી જ કેમ ચૂંટણી લડી રહ્યા છે. આ બાબતે જ્યારે અલ્પેશ કથીરિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ખૂબ જ સહજતાથી કહી દીધું છે કે, અમે તમામ લોકો સુરતના છીએ અને એના માટે અમને સુરતથી જ પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર તરફ પણ જે જે લોકો સર્વેમાં આગળ આવી રહ્યા છે. એ સર્વેના આધારે સૌરાષ્ટ્રમાં પણ ઉમેદવારોની પસંદગી ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે. આવનાર દિવસોમાં જેટલી બેઠકો બાકી છે તેના ઉપર પણ ઝડપથી નામ સામે આવી જશે.

ધાર્મિક માલવિયાને આપ દ્વારા ઓલપાડ બેઠકની ટિકિટ આપવામાં આવી છે.
ધાર્મિક માલવિયાને આપ દ્વારા ઓલપાડ બેઠકની ટિકિટ આપવામાં આવી છે.

ભાજપમાંથી એક બેઠક દીઠ ત્રણ નામો મોકલાયા હતા
વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે. જેમાં સુરત જિલ્લાની 16 બેઠકો પર પ્રથમ તબક્કામાં ચૂંટણી થશે. આ 16 બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામો ફાઈનલ કરવા માટે ગત રોજ બેઠક મળી હતી. બેઠકમાં સુરત જિલ્લામાંથી એક બેઠક દીઠ ત્રણ નામો મોકલાયા હતા. તે નામો પર ચર્ચા વિચારણ થઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં 16માંથી 5 બેઠક પર નવા મુરતીયાના નામો પર પણ ચર્ચા થઈ હતી. જેથી આ બેઠકો પર નવા જાહેર કરવામાં આવે એવી શક્યતા છે.

ભાજપની હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર થઈ નથી
આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાનારી સુરત શહેર અને જિલ્લાની 16 વિધાનસભાની ચૂંટણી માટે જાહેરનામુ પ્રસિદ્ધ થયા બાદ ગત રોજથી ફોર્મ વિતરણ અને ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયાનો આરંભ થયો હતો. આ આરંભ વચ્ચે હજુ સુધી કોંગ્રેસ અને આપની કેટલીક બેઠકોના ઉમેદવારો જ જાહેર થયા છે. તો ભાજપની હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર થઈ નથી.

વિધાનસભા પ્રમાણે વીવીપેટ ફાળવાયા
વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ચુક્યો છે ત્યારે સુરત જિલ્લાની 16 બેઠકો પર ચૂંટણી કરવાવા માટે તંત્ર કામે લાગ્યુ છે.કુલ 8384 વીવી પેટ ફાળવવામાં આવ્યા હતા.ચૂંટણી અધિકારી દ્વારા રાજકીય પક્ષો સાથે બેઠક કરીને વીવી પેટની ફાળવણી કરવામાં આવી હતી.વિધાનસભા પ્રમાણે કુલ 4637 બુથો નક્કી કરવામાં આવ્યા છે.વિધાનસભા પ્રમાણે કુલ 8384 વિવી પેટ ફાળવવામાં આવ્યા છે જેમાં સૌથી વધારે 958 વીવી પેટ 4તાલુકામાં ફાળવવામાં આવ્યા છે જ્યારે 530 કતારગામ અને 537 માંડવીમાં ફાળવવામાં આવ્યા છે બીજા ક્રમે કામરેજમાં 940 વીવીપેટ ફાળવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...