તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડિજિટલાઈઝેશનના કારણે હાલમાં ઘણા ફ્રોડ થઈ રહ્યા છે જેમ કે લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, ઓટીપી ફ્રોડ, સીમ સ્વેપીંગ ફ્રોડ વગેરે. આવા દરેક ફ્રોડથી સાવચેત રહેવુ જરૂરી છે. દરેક એપ્લિકેશનમાં ટુ સ્ટેપ વેરીફીકેશન કરી લેવું તેમજ સોશિયલ મીડિયા પર કોઈ અજાણ ગૃપમાં ન જોડાવું જોઈએ. રોટરી ક્લબ ઓફ કડોદરા અને રોટરેક્ટ ક્લબ ઓફ કડોદરા દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ વેબિનારનું આયોજન કરાયું હતું. જેમાં આ વાત સાયબર ક્રાઈમ અધિકારી દિનેશ સીંધવે કરી હતી.
ફ્રોડથી બચવા દરેક એપમાં ટુ સ્ટેપ વેરીફીકેશન જરૂરી
{ હાલમાં નવો ફ્રોડ શરૂ થયો છે જેમાં અજાણી વ્યક્તિ તમને સોશિયલ મીડિયા પર વીડિયો કોલ કરશે. તમે કોલ ઊંચકશો કે તેનાથી તમારા ફોનમાં સ્ક્રીન રેકોર્ડ શરૂ થઈ જશે જેનાથી એ વ્યક્તિ બ્લેકમેઇલ કરી શકે છે.
{ કયારે
ય રિમોટ એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરવી નહિ. રિમોટ એપ્લિકેશનથી તમારો ફોનમાં મિરરીંગ શરૂ થઈ જાય છે. જેનાથી તમારી સ્ક્રીન અન્ય વ્યક્તિ સાથે શેર થઈ જાય છે. { તમારી એપ્લિકેશન કોઈ બીજા કમ્પ્યુટરોમાં ઓપરેટ નથી કરાઈ તે દર 15 દિવસે ચેક કરો. { સર્ચ એન્જિન પર કોઈ નંબર શોધો છો તેમાં ખાસ ધ્યાન રાખો કારણકે તેમાં ખોટા કસ્ટમર કેરથી પણ ફ્રોડ થઈ રહ્યા છે તેથી પહેલા કસ્ટમર કેર નંબરનું ક્રોસ વેરિફીકેશન કરી લેવંુ જોઈએ. { મેટ્રોમોનિયલ વેબસાઈટ કે એપ પર તમારી પર્સનલ ઈન્ફોર્મેશન હોય છે. તેના દ્વારા પણ ફ્રોડ થાય છે. તમે જેની પ્રોફાઇલ જુઓ છો કોઈની પ્રોફાઇલમાં રસ પડે તો એ પ્રોફાઇલને પહેલા સોશિયલ મીડિયા પર શોધી વેરીફાઈ કરો. જો સોશિયલ મીડિયા પર એ વ્યક્તિ નહિ જોવા મળ તો તે ફેક હોઈ શકે છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.