તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Nervous With Prolonged Exams In Lockdown But Got Second Number In The Country By Working Hard, Desire To Trade Big Cloth

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CA રિઝલ્ટ:લોકડાઉનમાં પરીક્ષા લંબાતા નર્વસ થયો પણ મહેનત કરીને દેશમાં બીજો નંબર મેળવ્યો, મોટો કાપડ વેપાર કરવાની ઇચ્છા

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મુદિત અગ્રવાલ - Divya Bhaskar
મુદિત અગ્રવાલ
 • વેસુના મુદિત અગ્રવાલે 3 વર્ષથી રોજ 7 કલાક વાંચી સફળતા મેળવી

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાની સીએની ફાઇનલના પરિણામમાં સુરતના મુદિત અગ્રવાલે 800માંથી 589 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયા બીજો રેન્ક મેળવ્યો છે. મુદિત મૂળ રાજસ્થાનના નવાલ્ગર્હનો અને હાલ વેસુમાં હેપ્પી હોમ નંદની-3માં રહે છે. પિતા પ્રદિપ કાપડનાે ધંધાે કરતા હોય મુદિતને મોટો વેપાર કરવાની ઇચ્છા છે. IPCCમાં દેશમાં 27માં ક્રમ આવ્યો હતો.

પરીક્ષાની તારીખ જાહેર થતા રોજ 12 કલાક વાંચનની સાથે રિવિઝન પણ કરતો હતો

સીએ ભણવાની કેમ ઇચ્છા થઈ?
મારા પપ્પા સાથે રહીને ટેક્સટાઇલમાં મોટો બિઝનેસ કરવો છે અને સીએમાં બધા જ બિઝનેસનું નોલેજ મળે છે.

તમે બાળપણમાં વીક હતા તો પછી ટોપર કઈ રીતે બન્યા?
મારા માતા પિતાએ મને ચેલેન્જ આપી મોટીવેટ કરતા હતા, જે પછી મે તમામ બાબતે ફર્સ્ટ આવતો થયો

કઈ IIMમાં જવા ઇચ્છો છો? શા માટે?
અમદાવાદની આઇઆઇએમ, કારણ કે, તે દેશની બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાંનો સિલેબસ ખૂબ જ સરસ છે અને ત્યાં ભણવા આવતા વિદ્યાર્થીના ગ્રુપ પણ ખૂબ સારા છે.

સીએ ફાઇનલની પરીક્ષામાં કોઈ તકલીફ પડી હતી?
હા.. કોવિડ-19ના લોકડાઉનને કારણે પરીક્ષાની તારીખ લંબાતા નવર્સ થયો પણ મે મારા માઇન્ડને પોઝિટિવ રાખી અભ્યાસ ચાલું જ રાખ્યો, પહેલા નંબર માટે મહેનત કરી હતી પણ બીજો નંબર આવ્યો

સીઇ ફાઇનલની તૈયારી માટેનું ટાઇમ ટેબલ શું હતું?
સીએની તૈયારી છેલ્લા 3 વર્ષથી કરી રોજ 7 કલાક વાંચતો, તે પછી પરીક્ષા આવી તો 12 કલાક વાંચતો અને સાથે રિવિઝન પણ કરતો હતો.

સીએ ફાઇનલની પરીક્ષામાં કોઈ વિષયમાં તકલીફ પડી?
પરીક્ષામાં સ્ટ્રેટેજી ફાયનાન્સિયલ મેનેજમેન્ટના ચેલેન્ચિંગ પ્રશ્નમાં અટવાયો હતો

તમે તમારા સિનિયરને શું ટીપ્સ આપશો
માઇડમાં નેગેટીવ વિચાર નહીં લાવીને પોઝિટિવ રાખી રિડિગ કરતા રહો.

લાઇફમાં કોઇને રોલ મોડેલ બનાવ્યા હોય તો તે કોણ? અને શા માટે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી..., તે કોઈ પણ કામ કરે તો નેગેટીવ નથી જોતા અને લક્ષ્ય પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી પોઝિટિવ માઇન્ડ રાખે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો