તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Nephew Jethe Took A Loan By Making A Guarantor With The False Signature Of A Woman Businessman, The Bank Had Rs. 12 Crore Collection

સુરતની મહિલા ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી:ખોટી સહીથી જામીનદાર બનાવી ભત્રીજા-જેઠે લોન લીધી, બેંકે મહિલા પાસે 12 કરોડની ઉઘરાણી કાઢી

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બેંક ઓફ બરોડાએ ઘોડદોડ રોડની મહિલા ઉદ્યોગપતિને 7 દિવસમાં લોન ભરવા નોટિસ આપી હતી
  • મહિલા ઉદ્યોગપતિએ જેઠ અને ભત્રીજાઓ, બેંકના 2 અધિકારી સહિત 6 સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી

ઘોડદોડરોડના મહિલા ઉદ્યોગપતિને બેંક ઓફ બરોડાની ટેક્સટાઇલ બ્રાંચ દ્વારા 12.69 કરોડની લોન ભરપાઇ કરવાની નોટિસ અપાતા તેમને ખબર પડી હતી કે બોગસ સહીથી તેમને જામીનદાર બનાવીને બેંકમાંથી કરોડોની લોન લેવાઇ હતી. જેથી મહિલા ઉદ્યોગપતિએ લોન લેનાર તેમના જેઠ, ભત્રીજાઓ અને બેંકના બે અધિકારીઓ સહિત 6 સામે કોર્ટને ફરિયાદ કરી હતી. કોર્ટના આદેશ પર સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ઘોડદોડરોડના રત્નમિલન એપાર્ટમેન્ટમાં રહેતા કીમ -મોટા બોરસરામાં નાંગલિયા ફેબ્રિક્સના યાર્ન કંપનીના ડાયરેક્ટર અનિતાદેવી ઉત્તમ નાંગલિયા બી.એમ.વી.એસોસિએટમાં પણ ભાગીદાર છે. વર્ષ 2011 પૂર્વે તેમના પરિવારની 3 સંયુક્ત કંપની હતી. ત્યાર બાદ ભાગલા પડતા અનિતાદેવીના ભાગે નાંગલિયા ફેબ્રિક્સ, તેમના જેઠ મહેશના ભાગે સ્વિફ્ટ ફેબ્રિક્સ પ્રા.લિ. અને બીજા જેઠ વિમલના ભાગે ઉત્તમ ફાઇનાન્સ પ્રા.લિ. આવી હતી. વર્ષ 2015ના ઓક્ટોબરમાં બેંક દ્વારા અનિતાદેવીને નોટિસ અપાઇ હતી, જેમાં બેંકે સ્વિફ્ટ ફેબ્રિક્સ પ્રા.લિ.ના લોન ખાતું એનપીએ થતાં તેઓ જામીનદાર હોવાથી 7 દિવસમાં 12.69 કરોડ ચૂકવવા આદેશ કર્યો હતો. લોન ભરપાઇ ન કરવાની સ્થિતિમાં બેંકે અનિતાદેવી સામે ડીઆરટી કોર્ટ ફરિયાદનું પણ જણાવ્યું હતું.

અનિતાદેવીએ તપાસ કરતાં લોન એગ્રીમેન્ટમાં અનિતાદેવીની નાંગલિયા ફેબ્રિક્સના બોગસ લેટર બનાવીને તેમની બોગસ સહીઓ કરી હતી. અનિતા દેવીની ભાગીદારી કંપની બીએમવીને પણ મોર્ગેજ બતાવી તેમાં જામીનદાર તરીકે બોગસ સહીઓ કરી હતી. બેંકે અનિતાદેવીની મિલકતની હરાજીની કાર્યવાહી હાથ ધરતાં તેમણે કોર્ટમાં આ બાબતે ફરિયાદ કરી હતી. કોર્ટે પોલીસને આદેશ કરતાં સલાબતપુરા પોલીસે મનિષ નાંગલિયા, મુકેશ નાંગલિયા(રત્નકુંજ એપાર્ટ, ઘોડદોડરોડ) મહેશ નાંગલિયા,ચેતન નાંગલિયા, બેંક ઓફ બરોડા સુરત ટેક્સટાઇલ બ્રાંચના અધિકારી રાજીવ પ્રધાન અને બેંક અધિકારી એ.વી.નંદુરકર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. બે આરોપીઓ મહેશ અને ચેતનનું અવસાન થઇ ચૂક્યુ છે.

ફરિયાદ ન કરવા બેંકે દબાણ કર્યાનો આરોપ
અનિતાદેવીએ તેમની બોગસ સહી બાબતે બીઓબી સુરત-મુંબઈ અને રિઝર્વ બેંકને જાણ કરી હતી. એની સાથે તેમણે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો અભિપ્રાય લેતા તેમાં પણ બોગસ સહી કરાયાનું સ્પષ્ટ થયું હતું. અનિતાદેવીએ PMOમાં અરજી કરતાં બેંકના અધિકારીઓએ તેમના પર દબાણ કરી બેંક વિરુદ્ધ કાર્યવાહી ન કરવા જણાવ્યું હતું. બેંકે PMOને જણાવાયું કે અનિતાદેવીએ બેંકના 2 અધિકારીની સામે સહીઓ કરી હતી.

3 કરોડ આપતા પુરાવા ન લીધાંનો આક્ષેપ
અનિતાદેવીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છેકે, વર્ષ 2012-13માં સ્વિફ્ટ ફેબ્રિક્સ 2.83 કરોડની નુકસાનીમાં હતી. અગાઉની લોન ભરપાઈ કરી નહતી છતા બેંકના અધિકારીઓએ આરોપીઓને વધારાના ત્રણ કરોડ આપ્યા ત્યારે કોઈ દસ્તાવેજી પુરાવા બેંક પાસે ન હતા.

અન્ય સમાચારો પણ છે...