તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:સુરતના અમરોલીમાં ઘરમાં ડોક્યુ કરનાર મહિલાને ઠપકો અપાતા પાડોશીઓએ ચાર સભ્યોને માર માર્યો

સુરતએક મહિનો પહેલા
રાત્રિના સમયે હુમલો થતાં મહોલ્લાવાસીઓ એકઠા થઈ ગયાં હતાં.
  • બપોરે ઝઘડો થયા બાદ સમાધાન થયું હોવા છતાં રાત્રે ફરીથી હુમલો કરાયો

સુરત અમરોલીમાં એક જ પરિવારના ચાર સભ્યોને ઘર બહાર કાઢી માર મરાયો હોવાનો વીડિયો સામે આવ્યો છે. ઘરમાં ડોક્યુ કરનાર મહિલાને ઠપકો આપતા પાડોશીએ હુમલો કર્યો હોવાનું ઇજાગ્રસ્ત પરિવારે જણાવ્યું છે. મધરાત્રે થયેલા હુમલા બાદ ઇજાગ્રસ્ત ચારેયને 108ની મદદથી સારવાર માટે સિવિલ લવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઠપકો આપતા ઝઘડો થયો
ફારૂખ મહોમદ ઇલિયાસ શેખ ઉ.વ. 26 (રહે અમરોલી આવાસ) એ જણાવ્યું હતું કે દોઢ મહિનાથી બેકાર છું. ઘરવમાં દુપટ્ટા પર નગ ચોંટાડવાનું કામ કરી બીમાર પત્ની અને બાળકોનું ગુજરાન ચલાવી રહ્યો છું. મંગળવારની બપોરે પાડોશમાં રહેતી મહિલા ઘર માં વારંવાર ડોક્યુ કરતી હોવાથી બીમાર પત્ની અસમાબાનું એ ઠપકો આપતા વાત બગડી હતી.બપોરે થયેલા બે મહિલાઓ વચ્ચેનો ઝગડો સમાધાન બાદ પૂરો થઈ ગયો હતો. જોકે રાત્રે પાડોશીએ ફરી ઝઘડાને વેગ આપી ઘર માં ઘુસી આવ્યાં હતાં. ગાળા ગાળી કરી આખો મહોલ્લો ભેગો કરી નાખ્યો હતો. ત્યારબાદ અચાનક હુમલો કતી આખા પરિવાર ને માર માર્યો હતો.

મહોલ્લાવાસીઓની સમજાવટ કામ ન લાગી
આખો મહોલ્લો હુમલાખોર પડોશીને સમજાવી રહ્યો હતો. પણ હુમલાખોર કોઈનું માનવા જ તૈયાર નહોતો.લગભગ દોઢથી બે કલાક સુધી આખું આવાસ માથે ઉપાડનારા હુમલાખોરો પોલીસ આવતા ઠંડો પડ્યા હતાં. ત્યારબાદ આખા પરિવારને સારવાર માટે સિવિલ લઈ જવાયાં હતાં. અમરોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં.
મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં.

ઇજાગ્રસ્તના નામ
અસમાબાનું મહોમદ ફારૂખ શેખ ઉ.વ. 25
મહોમદ ફારૂખ ઇલયાસ શેખ ઉ.વ. 26
જાવીડ ગફારમીયા શેખ ઉ.વ. 14
ગુલાબ સીરાજ શેખ ઉ.વ. 45 રહે અમરોલી આવાસ