ક્રાઈમ:ડિંડોલીમાં 10 વર્ષની બાળકી સાથે પાડોશીનો રેપનો પ્રયાસ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેડતી કરતા બા‌ળકીએ બૂમાબમ કરતા આરોપી ભાગી ગયો,પોલીસે ઝડપી લીધો

ડિંડોલીમાં રહેતી 10 વર્ષીય બાળકી સાથે પાડોશી યુવકે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. ઘરની બાજુમાં આવેલા રૂમમાં યુવકે બાળકી સાથે છેડછાડ કરતા બાળકીએ બુમાબુમ કરી હતી. જેથી નરાધમ નાસી છુટ્યો હતો. બનાવ અંગે બાળકીના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસે યુવકને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ડિંડોલી સાંઈ પોઈન્ટ હળપતિવાસમાં રહેતા એક પરિવારની 10 વર્ષીય પુત્રી દામીની(નામ બદલ્યુ છે) ધોરણ 5માં અભ્યાસ કરે છે. મંગળવારે બપોરે દામીની ઘર નજીક રમતી હતી ત્યારે ઘર પાસે રહેતો માનવ અશ્વિન રાઠોડ ઘરની બાજુમાં આવેલા રૂમમાંં હાથ પકડીને લઈ ગયો હતો અને તેની સાથે શારીરીક છેડછાડ કરવા માંડ્યો હતો.

ત્યાર બાદ માનવે માસુમ દામીની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળકીએ પ્રતીકાર કર્યો હતો અને બુમાબુમ કરતા માનવ બાળકીને છોડી રૂમમાંથી ભાગી ગયો હતો. માનવની કરતુતની જાણ માસુમ દામીનીએ પરિવારને કરતા તેના પિતાએ ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધાવી હતી. દામીનીના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી માનવને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. ડિંડોલી પોલીસે માનવ સામે છેડતીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...