અપહરણ કરી બદકામ:સુરતમાં મકાનના ઝઘડાને લઈને પાડોશીએ પરિણીતા અને તેના દીકરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલીમાં એક રૂમમાં ગોંધી રાખીને કેફી પીણું પીવડાવી આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું હતું.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
બારડોલીમાં એક રૂમમાં ગોંધી રાખીને કેફી પીણું પીવડાવી આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું હતું.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • બારડોલીમાં ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ આચર્યું, મોકો મળતાં પરિણીતા ભાગી છૂટી

સુરતના ભેસ્તાનની પરિણીતા સાથે મકાનને લઈ ચાલતા ઝઘડામાં પડોશીએ મિત્રો સાથે મળી લિંબાયત મીઠીખાડી પૂલ પાસેથી રીક્ષામાં પરિણીતા અને તેના પાંચ વર્ષના પુત્રનું અપહરણ કરી 20 દિવસ સુધી બારડોલીમાં એક મકાનમાં ગોંધીને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં, પણ પરિણીતા ઉપર બળાત્કાર ગુજારી ઝગડાનું વેર વાળતા ચર્ચાનો વિષય બન્યો છે. અપહરણકાર અને હવસખોર ભૂખ્યાઓના ચુંગાલમાંથી છૂટેલી પરિણીતાએ ન્યાય માટે લિંબાયત પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગોંધી રાખી માર માર્યો
લિંબાયત પોલીસે જણાવ્યું હતું કે, ભોગ બનનાર પીડિતા ભેસ્તાન આવાસમાં રહે છે. 25 વર્ષની મહિલાનો પાડોશમાં રહેતા યુવક સાથે મકાનને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો. જેને લઈને મામલો ડિંડોલી પોલીસમાં પણ પહોચ્યો હતો. દરમિયાન ગત તા 16મી ફેબ્રુઆરીના રોજ સાંજે પરિણીતા તેના પાંચ વર્ષના પુત્ર સાથે લિંબાયત મીઠીખાડી પુલ પાસે પેરુ સાથે સમાધાનની મીટીંગ કરવા માટે ગઈ હતી. તે વખતે પેરુએ તેના મિત્ર શાહરુખ અને સુલતાન સાથે મળીને પરિણીતા અને તેના બાળકનું રીક્ષામાં અપહરણ કરી બારડોલી લઈ ગય હતા. જ્યાં એક રૂમમાં બંને જણાને ગોંધી રાખી માર મારવામાં આવતો હતો.

કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું
પરિણીતાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, કેફી પીણું પણ પીવડાવી પેરુએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.20 દિવસ બાદ આખરે મોકો મળતા પરિણીતા તેના પુત્રને લઈને ભાગવામાં સફળ થઈ હતી. અપરણકર્તાઓના ચુંગાલમાંથી બહાર આવેલી પરિણીતાએ બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા બનાવ સુરત સિટીમાં લિંબાયતની હદમાં બન્યો હોવાથી ઝીરો નંબરથી ફરિયાદને લિંબાયત પોલીસને મોકલી અપાઈ હતી. લિંબાયત પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.