તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ભટારમાં પિતાએ લીધેલા ઉછીના 7 હજાર પરત ન મળતા પડોશીએ નવ વર્ષના પુત્રનું અપહરણ કર્યું, હત્યા કરી લાશ ખેતરમાં ફેંકી દીધી

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક આકાશ
  • હત્યારાઓ અપહરણ કરી માસુમને સાયણ રોડ પર લઇ ગયા હતા
  • અપહરણ કર્યા પછી દોઢ-બે કલાકમાં બાળકને મોતને ઘાટ ઉતારી દીધો
  • બંને હત્યારાઓને ખટોદરા પોલીસે પકડી પાડ્યા

પિતાએ પડોશી પાસેથી ઉછીની 7 હજારની રકમ લીધી અને તે રકમ આપી ન શકતા પડોશીએ બદલો લેવા માસુમ બાળકનું અપહરણ કરી હત્યા કરી લાશ શેરડીના ખેતરમાં ફેંકી દીધી હતી. આ હત્યામાં ખટોદરા પોલીસે પડોશી અને તેના એક મિત્રને પકડી પાડયા છે.

પહેલા બાળકને ઢોરમાર માર્યો
ભટાર ખોડીયાર નગરમાં રહેતા અને કલરકામ કરતા કિશન સહાનીનો 9 વર્ષનો પુત્ર આકાશ શુકવારે સાંજે ઘરની બહાર રમતો હતો. તે વખતે પડોશી કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણ આકાશને બાઇક પર બેસાડી પોતાની સાથે લઇ ગયો હતો. આકાશ કરણને ઓળખતો હાેવાથી તેના કહેવાથી તેની સાથે જવા તૈયાર થઇ ગયો હતો. કરણ ચૌહાણ બાળકને પહેલા ઓલપાડ-સાયણ રોડ પર રહેતા તેના મિત્ર બરકતઅલીના ઘરે લઈ ગયો હતો. જ્યાં બરકતઅલીને અઠવાડિયાનું રાશનનું સામાન આપ્યું હતું. બાદમાં કરણ તેના મિત્ર બરકતઅલી સાથે બાળકને બાઇક પર બેસાડી મોડી રાત્રે ઓલપાડ-સાયણ રોડ પર લઈ ગયા હતા. જ્યાં બંને હત્યારાઓએ પહેલાં બાળકને માર માર્યો પછી તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

હત્યારાઓએ ગુનો કબૂલ કર્યો
આકાશની લાશને શેરડીના ખેતરમાં ફેંકી કરણ ઘરે આવી ગયો હતો. અપહરણ કર્યાના દોઢ-બે કલાકમાં બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ખટોદરા પોલીસે મોડીરાત્રે પડોશી કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણ અને તેના એક મિત્ર બરકતઅલીને ઊંચકી લાવી પૂછપરછ કરી છતાં કઇ જાણતા ન હોવાનું રટણ કર્યુ હતું. સવારે પોલીસે પાછી તેની કડક હાથે પૂછપરછ કરી હતી.જેમાં બંને આરોપી ભાંગી પડયા હતા અને બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ખટોદરા પોલીસ બંને હત્યારાઓ તથા બાળકને પિતાને લઈ ઓલપાડ-સાયણ રોડ પર શેરડીના ખેતરમાં શોધવા માટે ગઈ હતી. જ્યાં ખેતરમાંથી માસુમ આકાશનો મૃતદેહ મળ્યો હતો.

7 હજારનો બદલો લેવા કરી હત્યા
ખટોદરા પોલીસ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમજ ક્રાઇમબ્રાંચે બાળકની શોધખોળ કરી હતી. તે છતાં માસમુના કોઈ વાવડ મળ્યા ન હતા. પોલીસે જણાવ્યું કે બાળકના પિતાની માતાનું લોકડાઉન વખતે અવસાન થયું હતું. તે વખતે વતન જવા માટે પડોશી કરણ ઉર્ફે આદિત્ય પાસેથી 7 હજારની રકમ ઉછીની લીધી હતી. આ રકમ બાબતે 15 દિવસ પહેલા પડોશી અને બાળકના પિતાની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જેના કારણે 7 હજારની રકમનો બદલો લેવા પડોશી હત્યારા કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણ(25)એ તેના મિત્ર બરકતઅલી ઉર્ફે સોનુ રહેમતઅલી(24) સાથે બાળકની હત્યા કરી નાખી હતી. હાલમાં બંને હત્યારાઓને ખટોદરા પોલીસે પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે. બંનેે હત્યારાઓ ભટાર ખોડીયારનગરમાં રહેતા હતા અને કલરકામ કરે છે. બે દિવસ પહેલા બરકતઅલી સાયણરોડ પર કલરનું કામ મળતા ત્યાં રહેવા ગયો હતો.

મારો દીકરો ખોડીયારનગર છોડીને બહાર કોઈ જગ્યાએ જતો ન હતો
મારો દીકરો શુકવારે રાત્રે 8 વાગ્યાથી ગાયબ થઈ ગયો હતો. અમે શોધખોળ કરી છતાં પતો મળતો ન હતો. પછી મંે મારા પડોશી કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણનો કોન્ટેક્ટ કર્યો.જો કે તેણે હમણાં આવું છું, કહી છેક રાત્રે 12 વાગ્યે આવ્યો હતો. મને તેના પર શંકા હતી. રાત્રે કરણની પોલીસે પૂછપરછ કરી છતાં તે કંઈ બોલતો ન હતો. મારો દીકરો એટલો હોંશિયાર હતો કે તે ખોડીયારનગર છોડીને કોઈ જગ્યાએ જતો ન હતો.

સવારે પાછા પોલીસવાળાએ કરણની પૂછપરછ કરી જેમાં પડોશીની સાથે મદદગારી કરનાર તેના મિત્રએ પોલીસને કેટલીક હકીકતો જણાવી હતી. પોલીસે મને ઓલપાડ-સાયણ રોડ પર લઈ ગઈ હતી. ખેતરમાં શોધખોળ કરતા મારા પુત્રની લાશ મળી હતી.

કરણે મારા પુત્રને પહેલાં માર મારી ગળું દબાવી હત્યા કરી હતી. મેં હત્યારા આદિત્યને પૂછ્યું કે આવું શું કામ કર્યું પરંતુ તે કંઈ જ કહેવા તૈયાર ન હતો. અમારા ઘરની સામે કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણ છેલ્લા છ મહિનાથી રહેતો હતો. અમારે તેની સાથે કોઈ દુશ્મની ન હોતી. મારા દીકરાને પણ કંઈ વાંધો ન હતો. એટલે તે બાઈક પર બેસી ગયો હતો. > બાળકના પિતા

સીસીટીવી કેમેરામાં બાઇક પર પડોશી બાળકને લઈ જતો દેખાયો
બાળકનું અપહરણ થયું પછી બે કલાક સુધી પરિવાજનોએ શોધખોળ કરી છતાં કોઈ વાવડ ન મળતા ખટોદરા પોલીસ સ્ટેશને આવ્યા હતા. ખટોદરા પોલીસે બાળકની અપહરણની ઘટનાને ગંભીરતાથી લઈ આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી હતી. જેમાં કેમેરામાં બાળકને બાઇક પર બેસાડી એક શખ્સ જતો દેખાય છે. આથી પોલીસે બાળકના પિતાને ફૂટેજ બતાવતા તેણે પડોશી હોવાની વાત કરી હતી.

જમીન વિવાદ પણ કારણભૂત હોવાની શંકા
એવી પણ શંકા સેવાઈ રહી છે કે પડોશી આદિત્ય ચૌહાણ અને બાળકના પિતાનો વતનમાં જમીનનો વિવાદ છે અને અન્ય એક પારિવારીક કારણ આ હત્યાને લઈને હોય શકે છે. જો કે આ બન્ને કારણો બાબતે ખટોદરા પીઆઈએ ઈનકાર કર્યો હતો અને 7 હજારની ઉછીની રકમ બાબતે પડોશીએ બદલો લેવા હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. પરંતુ 7 હજારની રકમમાં બાળકની હત્યા કરી નાખે તે વાત ગળે ઉતરતી નથી. કારણ બીજુ હોય શકે છે. આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારી તપાસ કરાવે તો બાળકની હત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો