તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મર્ડર:સુરતના ભટારમાંથી 7 વર્ષના બાળકનું પાડોશીએ અપહરણ બાદ હત્યા કરી સાયણ રોડ પર મૃતદેહ ફેંકી દીધો

સુરત4 દિવસ પહેલા
આરોપીએ જે સ્થળ હત્યા કરી હતી ત્યાંથી જ મૃતદેહ મળી આવ્યો હતો.
  • હત્યારા પાડોશી યુવકે ગળું દબાવીને હત્યા કર્યા બાદ આરોપીએ પોલીસ સામે કબૂલાત કરી

ભટાર વિસ્તારમાંથી 7 વર્ષના માસૂમ બાળકનું પાડોશીએ અપહરણ કર્યું હતું. બાદમાં ગળુ દબાવી હત્યા કર્યા બાદ મૃતદેહને ઓલપાડ-સાયણ રોડ પરના એક શેરડીના ખેતરમાં ફેંકી દીધો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડ્યો છે. સાથે જ આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આકાશના પિતા કિશન સાહનીએ દીકરાના અપહરણ અને મોત વિષે માહિતી આપી હતી.
આકાશના પિતા કિશન સાહનીએ દીકરાના અપહરણ અને મોત વિષે માહિતી આપી હતી.

અમને પહેલેથી આદિત પર શક હતો
મૂળ ઉત્તરપ્રદેશના ગોરખપુરના વતની કિશન સાહનીએ જણાવ્યું હતું કે, મારો દીકરો શનિવારની રાતે આઠ વાગ્યાથી ગાયબ થઈ ગયો હતો. અમે ખૂબ તપાસ કરી પણ મળતો નહોતો. આદિત પાસવાન પાડોશમાં રહે છે તે મારા દીકરાને લઈને ગયો હતો. પરંતુ તે પૂછપરછમાં ના પાડતો હતો. આખરે પોલીસે તેની પૂછપરછમાં આદિતે મૃતદેહ ઓલપાડ-સાયણ રોડ પર શેરડીના ખેતરમાં મારીને ફેંકી દીધો હોવાનું કહ્યું હતું.

દીકરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડાતા પરિવારના સભ્યો દોડી આવ્યાં હતાં.
દીકરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડાતા પરિવારના સભ્યો દોડી આવ્યાં હતાં.

કોઈ દુશ્મની નહોતી
કલર કામ સાથે સંકળાયેલા આકાશ નામના બાળકના પિતા કિશને કહ્યું કે મારો મોટો દીકરો હતો. અમારા ઘરની સામે આદિત પાસવાન છેલ્લા છ મહિનાથી રહેતો હતો. અમારે તેમની સાથે કોઈ દુશ્મની નહોતી. મારા દીકરાને પણ કંઈ વાંધો નહોતો. એટલે તો તેના બાઈક પર ગયો હતો. અમે આદિતને ખૂબ પૂછ્યું કે આવું શું કામ કર્યું પરંતુ તે કંઈ જ કહેવા તૈયાર નથી. આરોપી આદિત હાલ પોલીસ કસ્ટડીમાં છે. 18 કલાક બાદ પોલીસ અને પીડિત પિતાને માસૂમ પુત્રનો મૃતદેહ મળ્યો છે.ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં માસૂમ બાળકના અપહરણ અને હત્યા કેસ ઉકેલી કાઢ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો