તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સુરતના પાંડેસરાની પરિણીતા પર ચાલુ લક્ઝરી બસમાં દુષ્કર્મ, ભાવનગર જતી બસના સ્લિપિંગ કોચમાં ચપ્પુ બતાવી પડોશીએ લાજ લૂંટી

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલાએ દુષ્કર્મ આચરનાર પાડોશી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. (પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
મહિલાએ દુષ્કર્મ આચરનાર પાડોશી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. (પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • પરિણીતા તેના પતિને ભાવનગર મળવા જતી હતી એ દરમિયાન આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું
  • પાંડેસરા પોલીસે આરોપી શશિ સોની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે

પાંડેસરા ગોવાલક રોડ વિસ્તારમાં રહેતી અને ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતી 35 વર્ષીય મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાના પડોશીએ ભાવનગરમાં રહેતા તેના પતિને મળવા માટે લઈ જવાનું કહી ચાલુ લકઝરી બસના સ્લિપિંગ કોચમાં ચપ્પુ બતાવી તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ પડોશી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

પતિ ભાવનગર રહેતો હોવાની મહિલાએ વાત કરેલી
પાંડેસરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોવાલક રોડ દેવેન્દ્રનગર ખાતે રહેતા અને સિલાઈ કામ કરતા શશિ જિતેન્દ્ર સોની (ઉં.વ.20)એ તેની જ સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલા પર દાનત બગાડી હતી. મહિલા સોસાયટીની નાકા પાસે ચાની લારી ચલાવતી હોવાથી અવારનવાર તેની લારી પર ચા પીવાને બહાને જઈ બેસતો હતો. શશિ સોસાયટીમાં જ રહેતો હોવાથી પરિણીતા તેની સાથે વાતચીત કરતી હતી. દરમિયાન પરિણીતાએ તેનો પતિ ભાવનગર ગયો હોવાથી તેને મળવા જવાની વાત કરતાં શશિ પણ તેની સાથે ગયો હતો.

બસમાં એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યુ
બસમાં જતી વખતે શશિએ લકઝરી બસના સ્લિપિંગ કોચમાં બંને જણા એકલા હોવાનો મોકાનો ફાયદો ઉઠાવી પરિણીતાને ચપ્પુ બતાવી તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ગત તા 29 સપ્ટેમ્બર 2019, 5 ઓક્ટોબર 2019 અને 14 ઓક્ટોબર 2019ના રોજ સુરતથી લકઝરી બસમાં સ્લિપિંગ કોચમાં તેમજ ઘરમાં પણ દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ સિલાઈ કામ કરતા શશિ સોની સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

વરાછામાં બે બહેનની છેડતી
વરાછા પોલીસના જણાવ્યા અનુસાર વર્ષા સોસાયટીમાં રહેતી 21 અને 16 વર્ષની બે સગી બહેનો ઘર નજીક આવેલા સંચા ખાતામાં મજૂરીકામ કરી પરિવારને મદદરૂપ થાય છે. દરમિયાન આ બંને બહેનો સહિત ચાર છોકરીઓ ગઈકાલે બપોરે બે વાગ્યે ખાતામાં જતા હતા તે વખતે સોસાયટીની બહાર બાઈક સ્ટેન્ડ પર ચડાવી બેસેલા વિશાલ જેઠવા અને વિરભદ્ર વાળાએ બંને બહેનોની છેડતી કરી હતી. તેમજ ગાળાગાળી કરી તેમના કપડા ફાટવાની કોશિશ કરી હતી.રોમિયોએ બહેનોની છેડતી કર્યા બાદ ધમકી પણ આપી હતી. બનાવ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને રોમિયો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.