તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Need For Plasma Has Increased Due To Uncontrolled Transition, The Demand For Plasma In Blood Banks Is 40 To 60 Per Day, But The Number Of Donors Is Very Low In Surat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્લાઝમાની ડિમાન્ડ વધી:સુરતમાં સંક્રમણ બેકાબૂ થતાં પ્લાઝમાની જરૂરીયાત વધી, બ્લડ બેંકોમાં રોજ 40થી 60 પ્લાઝમાની માગ, પણ ડોનરની સંખ્યા ખુબ ઓછી

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં પ્લાઝમા ડોનેટ કરનારા લોકોની સંખ્યા ખુબ  ઓછી છે, જે બ્લડ બેંકો માટે ચિંતાનો વિષય બન્યો છે. - Divya Bhaskar
સુરતમાં પ્લાઝમા ડોનેટ કરનારા લોકોની સંખ્યા ખુબ ઓછી છે, જે બ્લડ બેંકો માટે ચિંતાનો વિષય બન્યો છે.
  • પ્લાઝમાની જે માગ ઊભી થઈ છે, તેને પણ પૂર્ણ કરવામાં બ્લડ બેંકો અસમર્થ દેખાઈ રહી છે

સુરત શહેરમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે, ત્યારે સુરતની વિવિધ બ્લડ બેંકમાં પ્લાઝમાની સતત માંગ વધી રહી છે. સુરતની અલગ-અલગ બ્લડ બેંકોમાં રોજની 40થી 60 જેટલી પ્લાઝમાની માગ થઇ રહી છે. કોરોના સંક્રમિત થઈ ગયા પછી જે દર્દીઓ સારા થઈ ગયા હોય તેઓ પ્લાઝમા ડોનેટ કરી શકે છે, તે પ્લાઝમા અન્ય દર્દીઓ માટે મદદરૂપ પુરવાર થઈ શકે છે. સુરતની વિવિધ બ્લડ બેન્કમાં મોટા પ્રમાણમાં પ્લાઝમાની જરૂરિયાત વર્તાઇ રહી છે, પરંતુ, પ્લાઝમા ડોનેટ કરનારા લોકોની સંખ્યા ખુબ ઓછી છે, જે બ્લડ બેંકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

બ્લડ બેંકોમાં બ્લડ આપવા આવનાર રક્તદાતાઓ ખુબ ઓછા છે
સુરત બ્લડ બેંકના સંચાલકો દ્વારા બ્લડ એકત્રિત કરવું અત્યારે મુશ્કેલ બની રહ્યું છે. કોરોનાનો નવો ટ્રેન્ડ સામે આવ્યા પછી એકાએક જ કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. બ્લડ બેંકોમાં બ્લડ આપવા આવનાર રક્તદાતાઓ ખુબ ઓછા જોવા મળી રહ્યા છે. બીજી તરફ સંક્રમણને કારણે બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું નથી. એવા સંજોગોમાં બ્લડ બેંકોમાં પૂરતા પ્રમાણમાં બ્લડ એકત્રિત કરી શકાતું નથી તેમજ પ્લાઝમાની જે માંગ ઊભી થઈ છે, તેને પણ પૂર્ણ કરવામાં બ્લડ બેંકો અસમર્થ દેખાઈ રહી છે.

બ્લડ બેંકોમાં રોજ 40થી 60 પ્લાઝમાની માગ છે
બ્લડ બેંકોમાં રોજ 40થી 60 પ્લાઝમાની માગ છે

બ્લડ બેંકમાં ખુબ મોટી મુશ્કેલી સર્જાઇ શકે છે
લોક સમર્પણ બ્લડ બેંકના સંચાલક હરિભાઈએ જણાવ્યું હતું કે, વેક્સિન લીધા પહેલા રક્તદાતાઓએ રક્ત આપવું જોઈએ. વેક્સિનના લીધા બાદ બ્લડ ડોનેટ કરવામાં 40થી 45 દિવસનો સમય લાગે છે. હાલ જે રીતે યુવાનો વેક્સિન લેવાનું શરૂ કર્યું છે, ત્યારે તેઓ પોતે ઈચ્છતા હોય તો પણ 45 દિવસ કરતાં વધુ સમય સુધી બ્લડ આપી શકશે નહીં. તેને કારણે બ્લડ બેંકમાં ખુબ મોટી મુશ્કેલી સર્જાઇ શકે છે. વેક્સિન આપવા પહેલા રક્તદાન કરવામાં આવે તે હાલની પરિસ્થિતિ જોતા ખુબ જ જરૂરી છે. વિવિધ બ્લડ બેંકના સંચાલકો દ્વારા વેક્સિનેશન પહેલા બ્લડ બેંક ઉપર આવીને રક્તદાતાઓ રક્ત આપે તેવા તમામ પ્રયાસો કરી રહ્યા છે .જેથી કરીને આવનાર દિવસોમાં મુશ્કેલી ન ઉભી થાય.

લોક સમર્પણ બ્લડ બેંક
લોક સમર્પણ બ્લડ બેંક

પ્લાઝમાની અછત સાથે સાથે રક્તદાતાઓની સંખ્યાઓમાં ઘટાડો
સુરત શહેરની વિવિધ બ્લડ બેંકમાં પ્લાઝમાની અછત સાથે સાથે રક્તદાતાઓને સંખ્યાઓમાં પણ નોંધનીય ઘટાડો થઈ રહ્યો છે. હાલ સુરત શહેરમાં જે રીતે લોકો સંક્રમિત થઈ રહ્યા છે, તે જોતા રક્તદાન ખુબ ઓછું થઈ રહ્યું છે, જેની સામે માગ સતત વધી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો