સુરત:નિસર્ગ વાવાઝોડાના પગલે NDRFની ટીમ સુંવાલી સહિતના દરિયા કિનારે તૈનાત, ટ્રેન-ફ્લાઈટ કેન્સલ કરવામાં આવ્યા

સુરતએક વર્ષ પહેલા
દરિયાકિનારે NDRFની ટીમ સંભવિત વાવાઝોડાના પગલે તૈનાત થઈ ચૂકી છે.
  • માછીમારોને દરિયા કિનારેથી ખસેડાયા
  • મુંબઈ જતી ફ્લાઈટ,ટ્રેન કેન્સલ કરાયા

અરબી સમુદ્રમાં આકારિત થયેલા ચક્રવાત નિસર્ગની દિશા બદલાઇ છે. હવે માત્ર મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં જ ચક્રવાત ત્રાટકશે. જેથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના માથેથી ચક્રવાતનું મોટું સંકટ દૂર થતાં શહેરીજનો સાથે તંત્રે રાહતના શ્વાસ લીધા છે. પરંતુ તકેદારીના ભાગ રૂપે સુરતમાં NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મુંબઈ તરફ જોખમ હોવાના કારણે સુરતથી 19 ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. સાથે જ 8 જેટલી સ્પેશિયલ ટ્રેન પણ રદ્દ કરવામાં આવી છે. 

વાહનવ્યવહારને અસર 

અરબ સાગરમાં ઉઠેલું ડિપ ડિપ્રેશન મંગળવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું હતું. આ તોફાનનું નામ નિર્સગ છે જે 13 કિમી પ્રતિ કલાકની ઝડપે મહારાષ્ટ્રના કાંઠા તરફ વધી રહ્યું છે.સાંજે 5 વાગ્યા વચ્ચે મહારાષ્ટ્રમાં રાયગઢના હરિહરેશ્વર અને દમણ વચ્ચે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે અથડાશે. પરંતુ આની અસર સુરતમાં પણ જોવા મળશે સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ થઇ શકે છે. જેને લઈને સુરતમાં તંત્ર સતર્ક થયું છે. સુરતમાં તકેદારીના ભાગરૂપે એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત કરવામાં આવી છે ૧૫૦ જેટલા જવાનોની ટીમ સુંવાલી અને અન્ય બીચ પર તૈનાત કરી દેવામાં આવી છે. દરિયા કિનારાની આસપાસ રહેતા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે દરિયા કિનારે આવેલ કાચા શેડ ની છત ની દુકાનો માંથી સામાન ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. ચક્રવાત નિર્સગના કારણે મુંબઈથી આવતી જતી 19 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જેમાંથી 11 મુંબઈથી જનારી અને 8 આવનારી ફ્લાઈટ છે. તો બીજી બાજુ મધ્ય રેલવેએ મુંબઈ જનારી 8 સ્પેશ્યલ ટ્રેનના સમયમાં ફેરફાર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...