ધરપકડ:27 પેઢીના નામે 13.88 કરોડની ITC લેનાર નઝીરની ધરપકડ, કોર્ટે 14 દિવસની જ્યુડિ. કસ્ટડી આપી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

27 જેટલી પેઢીઓના નામે ધંધો બતાવી બોગસ બિલિંગના સહારે રૂપિયા 13.88 કરોડની આઇટીસી ઉસેટનારા ઘોડદોડ રોડના રહેવાસી નઝીર વિરાણીની ડીજીજીઆઇ (ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ) એ ધરપકડ કરી છે. બપોર બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપતો હુકમ કરાયો હતો.

ડીજીજીઆઇ્ના અધિકારી અભય કુમાર મિશ્રાએ આરોપી નઝીર વિરાણી (રહે. લવલી પાર્ક, ઘોડદોડ રોડ)ને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીએ વિવિધ 27 જેટલી પાર્ટીઓ પાસેથી બોગસ બિલના આધારે રૂપિયા 13.88 કરોડ જેટલી આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) લીધી હતી. આ રકમ પરત મેળવવા માટે ડીજીજીઆઇ પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે, રિકવરી નહીં આવતા અધિકારીઓને ધરપકડ કરવાની નોબત આવી હતી. આજે કોર્ટમાં સરકાર પક્ષે એડવોકેટ ધર્મેશ પ્રજાપતિ હજાર રહ્યા હતા. જ્યારે બચાવ પક્ષે એડવોકેટ મનીષ દેસાઈએ દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...