તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:નવસારીના ખેરગામમાં 13 વર્ષની કિશોરીનો અંગતપળોનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારાયું

ક્રાઈમ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
કિશોરી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ સુરત તપાસ માટે લવાઈ હતી.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
કિશોરી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ સુરત તપાસ માટે લવાઈ હતી.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • તારો ફોટો મારી પાસે છે એમ કહીને દુષ્કર્મ ગુજારાયું

નવસારી તાલુકાના ખેરગામમાં 13 વર્ષની રાઠોડ સમાજની દીકરીને અંગતપળોનો વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. પીડિતાએ તેના પરિવારને જાણ કર્યા બાદ સમગ્ર કેસની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ આદરીને કિશોરીને મેડિકલ ચેક અપ અને ઉંમરની ખરાઈ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

તારો ફોટો મારી પાસે છે કહીને દુષ્કર્મ આચર્યુ
3 ઓક્ટોબરના રોજ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. તારા ફોટો મારી પાસે છે ડીલીટ મારવા હોય તો આવ એમ કહી વાસના પીડિત યુવકે ફોન પર કિશોરીને ધમકાવી હતી.તું જાતે ડીલીટ મારી દે એમ કહેતા યુવકે કહ્યું તું નહી આવે તો હું ગ્રુપમાં વાઇરલ કરી દઈશ તેમ કહ્યું હતું. જેથી ડર ના માર્યા માસૂમ કિશોરી યુવકને મળવા ગઈ અને યુવકે એની લાજ લૂંટી સમાજમાં બદનામ કરી નાખીશે તેવી ધમકી આપી હતી.

કિશોરીને ધમકી આપતા તે ગભરાઈ ગઈ હતી
કિશોરીએ દુષ્કર્મ વખતે ભાગવાની કોશિષ કરી તો લાફા ઝીંકી દીધા હતાં. જેથી કિશોરી ગભરાઈ ગઈ હતી. કિશોરી એક મહિનાથી જ યુવકને ઓળખતી હોવાનું માતાએ કહેતા ઉમેર્યું કે, બદમાશ યુવકે કિશોરીની વીડિયો બનાવી બ્લેક મેલિંગ કર્યું હતું. 21 વર્ષનો યુવક અગાઉ પણ એક યુવતીને લઈ ને ભાગી ગયો હતો. હાલ ખેરગામ પોલીસે યુવકની અટક કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો