તંત્ર સજ્જ:નવસારીના પૂરગ્રસ્તોને રેસ્ક્યૂ કરીને સેનાના હેલિકોપ્ટર મારફતે સુરત લવાશે, શેલ્ટર હોમમાં રોકાણની વ્યવસ્થા કરાઈ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્તો અને બીમાર લોકો માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. - Divya Bhaskar
ઇજાગ્રસ્તો અને બીમાર લોકો માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • ઇજાગ્રસ્તો અને બીમાર લોકો માટે એમ્બ્યુલન્સની મૂકી દેવાઈ

દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારનું મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે, તેને કારણે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે તારાજી સર્જાઇ રહી છે. તમામ નેશનલ હાઇવે પર પાણી ફરી વળતા અનેક રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ જે પ્રકારની સ્થિતિ છે તે જોતા નવસારી જિલ્લાના અસરગ્રસ્તોને સુરત લાવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. સેનાના હેલિકોપ્ટર દ્વારા નવસારીથી સુરત એરપોર્ટ ઉપર લાવવામાં આવશે અને ત્યારબાદ સુરતના સેન્ટર હોમમાં તેમની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સુરત એરપોર્ટ ખાતે મહાનગરપાલિકા તેમજ વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. નવસારીના પૂરગ્રસ્તોને સુરત એરપોર્ટ ઉપર લાવવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આજે સેનાના હેલિકોપ્ટર મારફતે સુરત એરપોર્ટ ઉપર પહોંચશે. સુરત એરપોર્ટની બહાર સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મૂકી દેવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સની કતાર લગાવી દેવામાં આવી છે, જેથી કરીને કોઈપણ વ્યક્તિને ઈજા થઈ હોય અથવા તો તબિયત લથડી હોય તો તેને તાત્કાલિક અસરથી સારવાર આપી શકાય. જો તબિયત વધુ ખરાબ હોય તો તેમને હોસ્પિટલમાં પણ સારવાર આપવા માટે લઈ જઈ શકાય તે પ્રકારની તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

સુરત શહેરના જેટલા પણ સેન્ટર હોમ છે, તેને સજ્જ કરી દેવામાં આવ્યા છે, જેટલા પણ લોકોને સેનાના હેલિકોપ્ટર મારફતે નવસારીથી સુરત લાવવામાં આવશે. તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને પોતાના વિસ્તારમાં સમગ્ર સ્થિતિ કાબૂમાં આવે ત્યાં સુધી અહીં જ સેન્ટર હોમ ખાતે તેમને આશરે આપવામાં આવશે. સુરત જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે સંકલન થયા બાદ સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. નવસારી અસરગ્રસ્ત વિસ્તારમાંથી સેનાના હેલિકોપ્ટર મારફતે સુરત એરપોર્ટ પર પહોંચે તે પહેલા તમામ ટીમ સજ્જ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...